Not Set/ ભાઈબીજ પર ઘરે બનાવો પનીર ટિક્કા મસાલા, ખાવાની મજા પડી જશે..

જો તમે પનીર ટિક્કા મસાલા વેજ આ રીતે બનાવશો તો ભાઈને ખૂબ જ પસંદ આવશે અને આંગળા ચાટીને ખાશે

Food Lifestyle
Untitled 93 ભાઈબીજ પર ઘરે બનાવો પનીર ટિક્કા મસાલા, ખાવાની મજા પડી જશે..

   રાજય માં   દિવાળીનો તહેવાર  સારો જામ્યો છે. તેમાં  પણ આજે તો ભાઈબીજ છે, ત્યારે તમે પણ ભાઈને ભાવતું કઈ બનાવીને ખવડાવતા માંગતા હોવ તો ભાઈને ભાવતું પનીરનું શાક ચોક્કસથી બનાવો. જો તમે પનીર ટિક્કા મસાલા વેજ આ રીતે બનાવશો તો ભાઈને ખૂબ જ પસંદ આવશે અને આંગળા ચાટીને ખાશે, નોંધી લો રેસિપી.

Untitled 94 ભાઈબીજ પર ઘરે બનાવો પનીર ટિક્કા મસાલા, ખાવાની મજા પડી જશે..

સામગ્રી

  • 150 ગ્રામ પનીર
  • 1 ડુંગળી (ઝીણી સમારેલી)
  • 2 ટામેટાંની પ્યૂરી,
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી મરચાંની પેસ્ટ
  • 1/2 ચમચી આદુંની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1/2 કપ કાજુ અને મગજતરીની પેસ્ટ
  • 1/2 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી ચણાનો લોટ
  • 1 કપ દહીં
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
  • 1/4 ચમચી લવિંગનો પાઉડર

રીત

સૌપ્રથમ દહીંમાં આદું-મરચાં લસણની પેસ્ટ, ચણાનો લોટ, મરી પાઉડર, લવિંગ પાઉડર, કસુરી મેથી, મરચું, ગરમ મસાલો, મીઠું ઉમેરી મિક્સ કરીને મેરિનેશન તૈયાર કરવું.

તેમાં પનીરના પીસ અડધો કલાક મિક્સ કરીને મૂકી રાખો. ગ્રેવી માટે તવીમાં તેલ ગરમ થાય એટલે ડુંગળી સાંતળવી પછી તેમાં ટામેટાંની પ્યૂરી ઉમેરીને સાંતળવી. મરચું, મીઠું, ગરમ મસાલો, કાજુ-મગજતરીની પેસ્ટ ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લેવી. પનીરને દહીંમાંથી બહાર કાઢી એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી શેલો ફ્રાય એટલે કે સાંતળીને થોડા કડક કરવા. હવે વધેલા દહીંને તૈયાર ગ્રેવીમાં ઉમેરી ગરમ કરવું. તેમાં તૈયાર કરેલા પનીર ટિક્કા ઉમેરીને બે-ત્રણ મિનિટ ઉકાળવું. સર્વિંગ બાઉલમાં કાઢીને ક્રીમ અને કોથમીરથી ગાર્નીશ કરવું.

Untitled 95 ભાઈબીજ પર ઘરે બનાવો પનીર ટિક્કા મસાલા, ખાવાની મજા પડી જશે..