Not Set/ દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદમાં કોરોનાનો બ્લાસ્ટ, 5 વિદ્યાર્થીઓની ભૂલથી નોંધાયા કુલ 45 કેસ

કોરોના વાયરસથી ફરી એકવાર સમગ્ર દેશમાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાની બીજી લ્હેરનું સંક્રમણ સતત વધતું જી રહ્યું છે.

Ahmedabad Gujarat
A 307 દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદમાં કોરોનાનો બ્લાસ્ટ, 5 વિદ્યાર્થીઓની ભૂલથી નોંધાયા કુલ 45 કેસ

કોરોના વાયરસથી ફરી એકવાર સમગ્ર દેશમાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાની બીજી લ્હેરનું સંક્રમણ સતત વધતું જી રહ્યું છે. ત્યારે અમદાવાદના આઈઆઈએમ કેમ્પસમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. IIMA કેમ્પસમાં ધીરે ધીરે કરીને કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે. IIMAમાં 12 દિવસમાં કુલ 45 લોકો કોરોના પોઝિટિવ થયા છે. 26 માર્ચે કેમ્પસમાં પહેલો કેસ આવ્યો હતો, જેના બાદ કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે.

આઈઆઈએમ અમદાવાદમાં સૌથી પહેલા 26 માર્ચના રોજ 20 કેસ આવ્યા હતા. નવા અને જૂના કેમ્પસમાં 10-10 મળીને કુલ 20 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને અન્ય સ્ટાફ મળીને 20 લોકો સંક્રમિત થયા હતા. ત્યારે તેના બાદ AMC દ્વારા વિશેષ ટીમો મૂકી સમગ્ર કેમ્પસમાં રેપિડ ટેસ્ટ હાથ ધરાયા હતા. જેના બાદથી કેસ સતત વધ્યા હતા. આ બાદ 40 કેસ થયા હતા. જેના બાદ આજે આંકડો 45 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો :કોરોના કાળમાં ચોરે અર્બન હેલ્થ સેન્ટરમાંથી કરી ટેસ્ટ કિટની ચોરી, જીંદગીમાં ક્યારેય નહીં જોઈ આ પ્રકારની ચોરી

આપને જણાવી દઈએ કે, આઈઆઈએમ-ગાંધીનગરએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઈઆઈએમ-અમદાવાદનો કેમ્પસ 12 માર્ચ સુધીના કેટલાક કેસો સિવાય લગભગ કોવિડ -19 મુક્ત હતો. પરંતુ આ પછી ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાનું શરૂ થયું. આમાંના ઘણામાં ચેપનાં ચિન્હો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચેપના પ્રથમ પાંચ કેસ 12-13 માર્ચના રોજ નોંધાયા હતા.

આ પણ વાંચો :હોળી પ્રગટાવતી વખતે સાથે ન લઈ જતા સેનેટાઈઝર, નહીતર પછીથી થશે પસ્તાવો

મહત્વનું છે કે, ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) માં પણ ચેપના કેસો વધી રહ્યા છે. સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં 25 વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો હતો. તેને એકાંતમાં રાખવામાં આવ્યો છે અને તબીબી ટીમ તેની સંભાળ લઈ રહી છે. હજુ સુધી, ફેકલ્ટી સભ્યો અથવા કામદારો ચેપ લાગ્યાં નથી. ગુજરાતમાં શુક્રવારે કોવિડ -19 ચેપના 2,190 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં હાલમાં 10,134 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચો :અમદવાદમાં દુષ્કર્મની વધુ એક ઘટના, એક પરિણીતાને વિશ્વાસમાં કેળવી કરાયું કૃત્યુ