અમદાવાદ/ કોરોના કાળમાં ચોરે અર્બન હેલ્થ સેન્ટરમાંથી કરી ટેસ્ટ કિટની ચોરી, જીંદગીમાં ક્યારેય નહીં જોઈ આ પ્રકારની ચોરી

કોરોના કાળમાં ચોરી અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવામાં વધુ એક ઘટના અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીથી સામે આવી છે.

Ahmedabad Gujarat

કોરોના કાળમાં ચોરી અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવામાં વધુ એક ઘટના અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીથી સામે આવી છે. જ્યાં એક અર્બન હેલ્થ સેન્ટરમાં એક શખ્સ કોવિડ -19 એન્ટિજેન કાર્ડ ટેસ્ટની 16 પેટી ચોરી કરીને ફરાર થઈ ગયો છે. તેની કિંમત 6 લાખ રૂપિયા કહેવમાં આવી રહી છે. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના સોલા વિસ્તારમાં રહેતા અને છેલ્લા દોઢ વર્ષથી ઘાટલોડિયાના ચાણક્યપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.પવનભાઇ પટેલે 19 માર્ચના દિવસે ફરિયાદ નોંધાવી હતી કે કોવિડ -19 ના એન્ટિજેન કાર્ડ ટેસ્ટની જરૂરિયાત હોવાથી બોડકદેવ પકવાન ચાર રસ્તા પર આવેલા આરોગ્ય વિભાગ તરફથી ઘાટલોડિયા આરોગ્ય કેન્દ્રની કુલ 40 કીટ કોવિડ -19 નો એન્ટિજેન કાર્ટ ટેસ્ટ મંગાવવામાં આવી હતી.

આ પણ વાંચો :હોળી પ્રગટાવતી વખતે સાથે ન લઈ જતા સેનેટાઈઝર, નહીતર પછીથી થશે પસ્તાવો

આ દરમિયાન, 24 મી માર્ચે તેઓ સ્ટાફના સભ્યો સાથે બેઠા હતા. આ દરમિયાન રૂમ નંબર 9 માં મુકેલી એન્ટિજેન ટેસ્ટ કીટ સાથેનો એક યુવક બહાર આવ્યો હતો. તેનો સ્ટાફ તેને પકડવા દોડી ગયો હતો પરંતુ તે યુવાન ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો :હોળીના પાવન પર્વની ઠેરઠેર ઉજવણી, શામળાજીમાં ચાંદીની પીચકારીથી ઠાકોરજી રમ્યા હોળી

પોલીસે જણાવ્યું કે 40 માંથી કુલ 16 બોક્સની ચોરી થઈ છે. તેની કિંમત 6 લાખ રૂપિયા છે. હાલ અજાણ્યા યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :અમદવાદમાં દુષ્કર્મની વધુ એક ઘટના, એક પરિણીતાને વિશ્વાસમાં કેળવી કરાયું કૃત્યુ