Not Set/ અમદવાદમાં દુષ્કર્મની વધુ એક ઘટના, એક પરિણીતાને વિશ્વાસમાં કેળવી કરાયું કૃત્યુ

ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં દુષ્કર્મ, હત્યા અને અપહરણની ઘટનાઓમાં મોટો વધારો થઇ રહ્યો છે, ત્યારે આ જ પ્રકારે શહેરમાં મહિલા સુરક્ષિત હોવાના દાવા કરતા તંત્રને આખો ખોલતી વધુ એક ઘટના સામે આવી છે.

Ahmedabad Gujarat

ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં દુષ્કર્મ, હત્યા અને અપહરણની ઘટનાઓમાં મોટો વધારો થઇ રહ્યો છે, ત્યારે આ જ પ્રકારે શહેરમાં મહિલા સુરક્ષિત હોવાના દાવા કરતા તંત્રને આખો ખોલતી વધુ એક ઘટના સામે આવી છે.

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ થયો હોવાની એક ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે બે પુત્રની મહિલાને વિશ્વાસમાં કેળવી આ પ્રકારનું એક જનધન્ય અપરાધ કર્યો છે.

આ પણ વાંચો :હોળીના પાવન પર્વની ઠેરઠેર ઉજવણી, શામળાજીમાં ચાંદીની પીચકારીથી ઠાકોરજી રમ્યા હોળી

મળતી માહિતી મુજબ, મેઘાણીનગરમાં રહેલી એક બે યુત્રની માતાને એક શખ્સ દ્વારા બહેકાવવામાં આવી હતી કે, હું તને તારા પતિ કરતા પણ વધારે ખુશ રાખીશ અને તારા બાળકોને હું સાચવીશ. આમ કરીને મહિલાને તેને વિશ્વાસમાં કેળવી હતી અને પછીથી શહેરની અલગ અલગ હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યો હતો.

ત્યારબાદ આ શખ્સ પરિણીતાના બાળકો સાથે સારો વ્યવહાર કરતા આ પરિણીતા તેની સાથે બોલવા લાગી હતી અને ફોન ઉપર વાતો કરવાનું ચાલુ કર્યું હતું. તે દરમિયાન આ શખ્સે પરિણીતાને પ્રપોઝ કરતા પરિણીતાએ કહ્યું કે હું કોઈની પત્ની છું અને મારે બે બાળકો છે મને આવું કરવામાં કોઇ રસ નથી હું ફક્ત મિત્રની દ્રષ્ટિએ તારી સાથે વાત કરું છું. જો કે શખ્સે પરિણીતાને કોઈ જવાબ આપ્યો ન હતો અને બાદમાં તેને લવ અને પ્રેમના વિડીયો તથા દર્દ ભર્યા મેસેજ મોકલવા લાગ્યો હતો.

આ પણ વાંચો :ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 7 લોકો દાઝ્યા, ઘર વખરી બરીને ખાખ

આ સાથે સાથે મહિલાએ યુવકને ના પાડતા યુવકે તેને ધાકધમકી પણ આપી હતી અને એક દિવસ આ શખ્સે મહિલાને રિવરફ્રંટ પર બોલાવી તને પૈસાનો ઘમંડ છે તેમ કહી મારઝુડ કરી હતી. આ ઘટના બાદ હવે મહિલાએ આ નરાધમ વિરુધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

આ પણ વાંચો : વસ્ત્રાપુર વિસ્તારમાં જીવલેણ હુમલા ની ઘટના.જાણો હત્યાની કોશિશ પાછળ શું હતું કારણ.