Not Set/ દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો,નવા કેસ 3 હજારને પાર,39 દર્દીઓના મોત

ભારતમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે જ અચાનક કોરોનામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેના લીધે ચિંતામાં વધારો કર્યો છે

Top Stories India
3 48 દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો,નવા કેસ 3 હજારને પાર,39 દર્દીઓના મોત

ભારતમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે જ અચાનક કોરોનામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેના લીધે ચિંતામાં વધારો કર્યો છે, કોરોનાના નવા કેસમાં અચાનક ઉછાળો આવતાની સાથે જ કેન્દ્ર સરકારે અગમચેતી પગલાં ભરીને રાજ્યોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 3303 નવા કેસ નોંધાયા છે. આ આંકડો ગઈકાલ કરતાં 12.8 ટકા વધુ છે.

આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ 30 લાખ, 68 હજાર 799 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 39 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 23 હજાર 693 લોકોના મોત થયા છે. આજે મૃત્યુઆંકમાં, કેરળના 26 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશની રાજધાનીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે,કોરોનાના નવા કેસ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે આ મામલે એક મહત્વની બેઠક કરી હતી. કોરોના માટે રાજ્યોએ અગમચેતી પગલાં ભરવા જોઇએ તેવી સલાહ આપવામાં આવી છે.