Not Set/ કોરોનાએ બદલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તસવીર, 2020માં માત્ર 50 મૂવી સિનેમાઘરમાં રિલીઝ

કોરોનાએ ઘણું બધું હતું નહોતું કરી નાખ્યું. ગયા વર્ષે કોહરામ મચાવ્યાં બાદ ફરીથી આ વર્ષે તે હાવી થવા લાગ્યો છે. દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોનાએ ઘણાં બધાં બદલાવ કરી નાખ્યાં છે.

Entertainment
દ૧ 9 કોરોનાએ બદલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તસવીર, 2020માં માત્ર 50 મૂવી સિનેમાઘરમાં રિલીઝ

કોરોનાએ ઘણું બધું હતું નહોતું કરી નાખ્યું. ગયા વર્ષે કોહરામ મચાવ્યાં બાદ ફરીથી આ વર્ષે તે હાવી થવા લાગ્યો છે. દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોનાએ ઘણાં બધાં બદલાવ કરી નાખ્યાં છે. ઈતિહાસમાં ક્યારેય ન બન્યુ હોય તેવું ગત એક વર્ષમાં જ જોવા મળ્યું છે.

દ૧ 10 કોરોનાએ બદલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તસવીર, 2020માં માત્ર 50 મૂવી સિનેમાઘરમાં રિલીઝ

  • 2020માં બની હતી કુલ 350 મૂવીઝ
  • દેશમાં 9,500થી વધુ કુલ સિનેમા સ્ક્રીન
  • જેમાંથી 10થી 12 ટકા સિનેમા થયા બંધ

2020નું વર્ષ ઘણી બધી ઈન્ડસ્ટ્રી માટે આફતનું વર્ષ રહ્યું. મનોરંજન ઈન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી. માંડ બેઠા થવાની તૈયારી કરી રહેલી આ ઈન્ડસ્ટ્રી હવે ફરી સેકન્ડ વેવમાં અંધકારની ગર્તામાં છે. ગત વર્ષે જ આ ઈન્ડસ્ટ્રી પર નભતા દેશના 9500થી વધુ થિયેટર્સ પૈકી 10થી 12 ટકા એટલે કે દેશભરમાં 1 હજારથી વધુ સિનેમાઘર કાયમ માટે બંધ થઈ ગયા. આવા સિનેમાઘરના માલિકોએ જગ્યા જ વેચી નાખી. દર્શકોની હાજરી વિહોણા સિનેમાઘરોમાં ડિસ્ટ્રીબ્યૂટર્સ પણ મૂવી રિલીઝ કરવા તૈયાર નહોતા. એટલે જ 2020ના વર્ષમાં શૂટિંગ ઓછું થવા છતાં પોસ્ટ પ્રોડક્શનમાં હતી તેવી 350 જેટલી મૂવીઝ તૈયાર તો થઈ પણ સિનેમાઘરોમાં રિલીઝ માત્ર 50 જેટલી મૂવીઝ થઈ. 50 ટકા દર્શકોને જ આવવા દેવાની પરવાનગી પણ ખૂબ ખૂબ મોડે મોડે મળી. એટલે આમ પણ સિનેમાઘરોને તો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ.

દ૧ 11 કોરોનાએ બદલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તસવીર, 2020માં માત્ર 50 મૂવી સિનેમાઘરમાં રિલીઝ

  • મોટાભાગના એક્ટર્સે ખર્ચ પર મુક્યો કાપ
  • એ ગ્રેડના ઘણા બધાં એક્ટર્સ ડિપ્રેશનમાં
  • બી-સી ગ્રેડના એક્ટર્સ વતન પરત ફર્યાં
  • સિક્યોરિટી સર્વિસ-કોસ્ચ્યુમ બિઝનેસ ઠપ્પ
  • કેટલાંક એક્ટર્સે પોતાની પ્રોપર્ટી પણ વેચી

ઈન્ડસ્ટ્રીના અંદરના લોકોના જણાવ્યાં અનુસાર પોતાના ડ્રીમ પ્રોજેક્ટ રઝળી પડવાને લીધે અથવા તો અભેરાઈ ચઢી જવાને લીધે એ ગ્રેડના કેટલાંક સ્ટાર્સ હાલમાં ડિપ્રેશનમાં આવી ગયા છે. જ્યારે કે બી અને સી ગ્રેડના એક્ટર્સ કે જેમની આવક પર મોટા પ્રમાણમાં અસર થઈ છે. તેઓ તો પોતાના વતન પણ પરત ફરી ગયા છે. આવાં કેટલાંક એક્ટર્સ પોતાની પાસે રહેલી નાની મોટી પ્રોપર્ટી પણ વેચી નાખી છે.

દ૧ 12 કોરોનાએ બદલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તસવીર, 2020માં માત્ર 50 મૂવી સિનેમાઘરમાં રિલીઝ

ઘણા બધાં એક્ટર્સે અગાઉ એકઠી કરેલી મૂડીમાંથી આવક મેળવવા અલગ અલગ જગ્યાએ સલામત રોકાણ કર્યું છે. મૂવી પ્રમોશન, પાર્ટી, ફંકશન, ક્રાઉડ ગેધરિંગ જેવી ઈવેન્ટ્સ સાવ બંધ હોવાથી સિક્યોરિટી સર્વિસ ઠપ્પ થઈ ગઈ છે. એવી જ હાલત કોસ્ચ્યુમ ડિઝાઈન કરતી કંપનીઓની છે. કોરોના જાય તો આ બધાની આવક ફરીથી ટ્રેક પર આવે તેમ છે. જો કે હાલની સ્થિતિમાં તો એવી કોઈ રાહત દેખાતી નથી.