Not Set/ કોરોના તો ઠીક છે અને બધી વાત સાચી, પણ હવે સ્કૂલો ક્યારે ખુલશે…?

દેશમાં કોરોનાની પરિસ્થિતિ સુધરતા હવે રાજ્યોમાં સ્કુલ ખુલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં આ મહિને સ્કુલ ખુલી જશે જ્યારે કેટલાક રાજ્યોમાં વેક્સિન આવ્યા બાદ સ્કુલ ખુલશે. જોકે કેટલાક રાજ્ય હજુ પણ સ્કુલ ખોલવાને લઈને અસમંજસમાં ફસાયેલા છે.

Top Stories India
school open કોરોના તો ઠીક છે અને બધી વાત સાચી, પણ હવે સ્કૂલો ક્યારે ખુલશે...?

દેશમાં કોરોનાની પરિસ્થિતિ સુધરતા હવે રાજ્યોમાં સ્કુલ ખુલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં આ મહિને સ્કુલ ખુલી જશે જ્યારે કેટલાક રાજ્યોમાં વેક્સિન આવ્યા બાદ સ્કુલ ખુલશે. જોકે કેટલાક રાજ્ય હજુ પણ સ્કુલ ખોલવાને લઈને અસમંજસમાં ફસાયેલા છે.

દેશમાં હવે કોરોનાને લઇને સ્થિતિ સુધરી રહી છે ત્યારે છેલ્લા 10 મહિનાથી બંધ શાળાઓને ખોલવાની વિચારણા કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ સારી થતા હવે કેટલાક રાજ્યોએ ધીરે-ધીરે સ્કુલ ખોલવાનો નિર્ણય કરી લીધો છે.

Price Rise / સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ઝીંકાયો વધારો, 15 દિવસમાં ₹100 વધ્યા

Schools may reopen partially in Kerala from November 15 | Kerala News |  Manorama English

ઉત્તરાખંડમાં 15 ડિસેમ્બરથી ખુલશે સ્કુલ
ઉત્તરાખંડમાં સરકારે 15 ડિસેમ્બરથી સ્કુલ ખોલવાનો નિર્ણય કર્યો છે. તે સંબંધિત અધિકારીઓને આદેશ જારી કરી દીધા છે. શરૂઆત મોટા ધોરણોથી થશે. તે બાદ નાના ધોરણોના બાળકોને પણ બોલાવવામાં આવશે.

હરિયાણામાં 14 ડિસેમ્બરથી ખુલશે સ્કુલ
હરિયાણામાં 14 ડિસેમ્બરથી ધોરણ 10 અને 12ના સ્કુલ ખુલી જશે. બોર્ડ એક્ઝામના કારણે આ બંને ધોરણના વિદ્યાર્થીઓને પહેલા બોલાવવામાં આવી રહ્યા છે. જે બાદ 21 ડિસેમ્બરથી ધોરણ 9 અને 11 માટે સ્કુલ ખોલી દેવામાં આવશે.

Farmers Protest / ખેડૂત આંદોલનમાં નીતિન ગડકરી ઝુકાવ્યું, કહ્યું – સરકાર સારા સૂચનો સ્વીકારવા તૈયાર 

 

school reopen latest updates kendriya vidyalaya students called for  practical after 15 december bihar delhi up mp jharkhand school khulega amh  | School Reopen Latest Updates : अब खुल जाएंगे स्कूल ?

મહારાષ્ટ્રમાં 50-50 જેવી સ્થિતિ
મહારાષ્ટ્રમાં ધોરણ 9-12 સુધીના સ્કુલ ગયા મહિને ખુલી ચૂક્યા છે પરંતુ કોરોનાના કારણે 5 થી 8 ધોરણના સ્કુલ બંધ છે. સરકાર વિચાર કરી રહી છે કે જો પરિસ્થિતિ સારી રહેશે તો જાન્યુઆરીથી નાના ધોરણોના વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવી શકે છે.બિહારમાં 8 મા ધોરણ સુધીના સ્કુલ જલ્દી ખુલી શકે છે. જોકે ઓડિશામાં સ્કુલ ખોલવાને લઈને સરકારમાં અસમંજસ છે. ત્યાં સરકાર હાલ સ્કુલ વિશે કોઈ નિર્ણય લઈ રહી નથી.

Accident / ગુજરાતી મૂળનાં NRI પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, બે જુવાન દિકારનાં મોત

દિલ્હી, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમમાં આ વર્ષે સ્કુલ નહીં ખુલે. આ રાજ્યોની સરકારે એલાન કરી દીધુ છે કે કોરોના વેક્સિન નહીં આવે ત્યાં સુધી સ્કુલો નહીં ખુલે. એમપીમાં પણ 8મી સુધીના સ્કુલ 31 માર્ચ 2021 સુધી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.

School Reopen Date : Which state up rajasthan delhi bihar haryana mp is re  opening schools here is full list - School Reopen Date : क्या 14 दिसंबर या  नए साल से

ગુજરાત સહિત દેશના બાકી રાજ્ય હજુ અસમંજસ
ગુજરાત સહિત દેશના બાકી રાજ્ય હજુ અસમંજસની પરિસ્થિતિમાં ફસાયેલા છે. અનેક રાજ્યો હાલ કોરોના વેક્સિન આવવાની રાહ જોઈ રહ્યા છે. જો ભારતમાં જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થઈ જાય તો શક્યતા છે કે, ફેબ્રુઆરીથી કેટલાક રાજ્ય સ્કુલોને ખોલી દે. ગુજરાતમાં સરકાર દ્વારા વચ્ચે સ્કૂલો ખોલવાની વાત કરવામાં આવી હતી અને માર્ગદર્શીકા પણ આપી દેવામાં આવી હતી, પરંતુ કેન્દ્રીય ઠપકો અને સાપ્રાંત કોરોના પરિસ્થિતિને કારણે તમામ હુકમો આગલા આદેશ સુધી મુલત્વી રાખી દેવામાં આવ્યા હતા. સ્કૂલો ખોલવામાં સરકાર પણ અસમંજસમાં છે, તો સ્કૂલો ખોલી દેવામાં આવે તો પોતાના સંતાનોને મોકલવા કે કેમ તેની અસમંજસમાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…