Beware!/ કોરોના કોઈ મજાક નથી સાવધાની રાખો : સંક્રમિત થયા બાદ સાનિયા મિર્ઝાએ શેર કરી વાત

ભારતીય ટેનિસ સ્ટાર તેમજ ૬ વખત ગ્રાન્ડસ્લેમ વિજેતા સાનિયા મિર્ઝા જાન્યુઆરીના પ્રારંભમાં જ કોરોના સંક્રમિત થઈ હતી.કોરોના પરીક્ષણ દરમિયાન તે પોઝિટિવ હોવાની જાણકારી તેને

Top Stories Sports
1

ભારતીય ટેનિસ સ્ટાર તેમજ ૬ વખત ગ્રાન્ડસ્લેમ વિજેતા સાનિયા મિર્ઝા જાન્યુઆરીના પ્રારંભમાં જ કોરોના સંક્રમિત થઈ હતી.કોરોના પરીક્ષણ દરમિયાન તે પોઝિટિવ હોવાની જાણકારી તેને મળી હતી. હવે તે સ્વસ્થ થઈ ચૂકી છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. અને પોતાનો અનુભવ લોકો સમક્ષ રજૂ કર્યો હતો.

Indian Army / આજે ફ્રાન્સ સાથે જોધપુરમાં યુદ્ધાભ્યાસ, ભારતીય રાફેલ સહિત 200 લડાકુ વિમાનનો સમાવેશ

સાનિયા મિર્ઝાએ લખ્યું હતું કે હું પણ કોરોના પોઝિટીવ થઇ હતી અને હવે ઈશ્વરની કૃપાથી સંપૂર્ણ સ્વસ્થ છું પરંતુ મારો અનુભવ તમારી સમક્ષ શેર કરવા માંગુ છું.તેણે લખ્યું હતું કે મને કોઈ જ ગંભીર લક્ષણો જોવા મળ્યા ન હતા, જો કે હું આઇસોલેશન હેઠળ રહી હતી.બે વર્ષના બાળક અને પરિવારથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ હતું તમામ પ્રકારની સાવધાની રાખતી હોવા છતાં કોરોના સંક્રમિત થઈ હતી. કોરોના સંક્રમિત થયા બાદ તેણે જણાવ્યું હતું કે આ વાઇરસ એટલે કોઈ મજાક નથી શક્ય તેટલું કોરોનાવાયરસની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડીસટનસ, માસ્ક, સેનેટાઇઝર વગેરે તમામ સાવચેતીઓનું અનુસરણ કર્યું હતું છતાં કોરોના સંક્રમિત થઈ હતી.

CHIN / કોરોનાની ભયાનકતાથી ચીન પહેલેથી માહિતગાર, સ્ટિંગ ઓપરેશનની ડોક્યુમેન્ટરીમાં થયો પર્દાફાશ

સાનિયા મિર્ઝાએ વધુમાં જણાવ્યું હતું કે દરેકે પોતાના પરિવારની રક્ષા માટે ચોક્કસ કંઈક કરવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, હાથ ધોવા જોઈએ તેમજ નજીકના લોકોનું રક્ષણ કરવું જોઈએ. કોરોના સામેની લડાઈમાં આપણે સૌ સાથે છીએ.સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે આ ખતરનાક વાયરસ ના કોઈપણ પ્રકારના લક્ષણોની તેને અનુભૂતિ થઇ ન હતી, તેમ છતાં પણ બે વર્ષના દીકરાથી દૂર રહેવાનું ખૂબ જ અઘરું લાગ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…