માઉન્ટ એવરેસ્ટ/ માઉન્ટ એવરેસ્ટ પર કોરોના પર્વતારોહક સંક્રમિત

પર્વતારોહકને કોરોના પોઝેટીવ

India
mount માઉન્ટ એવરેસ્ટ પર કોરોના પર્વતારોહક સંક્રમિત

વિશ્વનો સૈાથી ઉંચા પર્વતો પૈકીના એક માઉન્ટ એવરેસ્ટ પર કોરોના વાયરસે દસ્તક દીધી છે. નોર્વના એક પર્વતારોહીને કોરોના થયાે હોવાથી તેને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અહેવાલના જણાવ્યા અનુસાર કેટલાક લોકોને કોરોના થયા હોવાની શંકા છે. અને તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.એવરેસ્ટ પર મોટી સંખ્યામાં પર્વતારોહી આવવાના હતાં તેમના પર તત્કાળ રોક લગાવી દેવામાં આવી છે.નેપાળ સરકારે પર્વતારોહીને આકર્ષિત કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી.આ છૂટછાટના લીધે પર્વતારોહક આવી રહ્યા હતાં ત્યાં જ એક નોર્વ પર્વતારોહકને કોરોના થતાં તેને હેલિકોપ્ટરથી નીચે ઉતારવામાં આવ્યો હતો .આ પર્વતારોહકનો રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે. તેની સાથે અન્ય પર્વતરોહકો પણ કોરોના સંક્રમિત હોવાની શંકા સેવાઇ રહી છે. તમામ પર્વતારોહકોને સત્વરે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે અને દરેકના ટેસ્ટ કરવાની પ્રક્રીયા શરી કરી દેવામાં આવ્યું છે. નેપાળની કાઠમંઢુ હોસ્પિટલમાં દરેકને લઇ જવામાં આવ્યા છે.