વિશ્વભરમાં કોરોનાનું વિષચક્ર આગળ વધી રહ્યું છે. ભારતમાંથી હવે કોરોનાના કેસ ધીમે-ધીમે ઘટતા જાય છે. દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ પણ શરૂ થઇ ચૂક્યું છે તેની વચ્ચે લોકોમાં કોરોનાનો ભય ધટી રહ્યો છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે દેશમાંથી કોરોના વિદાય જવા તરફ જઈ રહ્યો છે. તેની સામે યુરોપના દેશોમાં કોરોના દિવસેને દિવસે વકરી રહ્યો છે. યુકેમાં કોરોના એ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને તબાહી મચાવી છે. 24 કલાકમાં 1820 લોકોના મોત નિપજ્યા છે. એટલું જ નહીં 24 કલાકમાં નવા 39,000 કેસ નોંધાયા છે.
યુરોપના દેશોમાં કોરોનાને કાબુ કરવામાં સરકારો નિષ્ફળ જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા રસીકરણ સહિતનાપગલાં ભરવામાં આવી રહ્યા હોવા છતાં કોરોનાનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. માત્ર યુકેમાં જ નહીં મેક્સિકોમાં પણ કોરોનાનું તાંડવ યથાવત્ રહ્યું છે. 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1584 લોકોના મોત નિપજ્યા છે.જ્યારે સ્પેનમાં 24 કલાકમાં 41,500 નવા કેસ નોંધાયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…