Covid-19/ રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 10 હજારથી વધુ કેસ નોંધાયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
ગુજરાત કોરોના
  • રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 10,019 કેસ
  • અમદાવાદમાં સૌથી વધુ 3090 કેસસુરત શહેરમાં 2986, વડોદરામાં 1274 કેસ
  • રાજકોટમાં 296, વલસાડમાં 183 કેસ
  • ગાંધીનગરમાં 142, ભરૂચમાં 118 કેસ
  • નવસારીમાં 140, મહેસાણામાં 104 કેસ
  • સુરત ગ્રામ્યમાં 273, ભાવનગર 225 કેસ
  • કચ્છમાં 101 કેસ નોધાયા
  • છેલ્લા 24 કલાકમાં 4831 લોકો ડિસ્ચાર્જ
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 55798
  • રાજ્યમાં કોરોનાથી 2 દર્દીઓના મોત
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 9,03,423
  • રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,40,971

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે શુક્રવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.

આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,019 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 3,090 માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 2,986 માં નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1,274 કેસ, રાજકોટમાં 296 કેસ, વલસાડમાં 183 કેસ, ગાંધીનગરમાં 142 કેસ, ભરૂચમાં 118 કેસ, નવસારીમાં 140 કેસ, મહેસાણામાં 104 કેસ, સુરત ગ્રામ્યમાં 273 કેસ, ભાવનગરમાં 225 કેસ અને કચ્છમાં 101 કેસ નોંધાયા છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,831 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 55,798 છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી 2 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 9,03,423 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,40,971 પહોંચી ગઇ છે.

આ પણ વાંચો – બ્રિટન / PM Boris Johnson ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના ઋષિ સુનક સંભાળશે સત્તા

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 32.07 કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 55.2 લાખથી વધુ લોકોનાંં મોત થયા છે, જ્યારે 9.57 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.