Not Set/ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત, ખાડીયાના કાઉન્સિલર થયા સંક્રમિત

આજ રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના વધુ બે નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. જેમાં અમદાવાદ ભાજપના ખાડીયાના કાઉન્સિલર પંકજ ભટ્ટને કોરોના  થયો છે. તો સાથે પૂર્વ પ્રવક્તા પ્રશાંત વાળા પણ કોરોના

Ahmedabad Gujarat
harshad ribadiya 3 ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત, ખાડીયાના કાઉન્સિલર થયા સંક્રમિત

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો નોધાઇ રહ્યો છે. જેમાં ચૂંટણી પ્રચારમાં બિન્દાસ બની ફરી રહેલા નેતાઓ મોટા પ્રમાણમાં કોરોનાનો શિકાર પણ બની રહ્યા છે અથવા બની ચુક્યા છે.

ત્યારે આજ રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના વધુ બે નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. જેમાં અમદાવાદ ભાજપના ખાડીયાના કાઉન્સિલર પંકજ ભટ્ટને કોરોના  થયો છે. તો સાથે પૂર્વ પ્રવક્તા પ્રશાંત વાળા પણ કોરોના સંક્રમિત બન્યા છે. પંકજ ભટ્ટ હોમ આઇસોલેશન માં ચાલ્યા ગયા છે. અને તેમના સંપર્કમાં આવેલા લોકોને રીપોર્ટ કઢાવવા માટે કહ્યું છે.

રાજ્યમાં દૈનિક નોધાતા કોરોના કેસના આંકડાએ પણ ગઈકાલે રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં કોરોના આવ્યો ત્યારથી માંડી નોધાયેલા કેસમાં ગત રોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. જેમાં ૧૬૪૦ કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા પણ ૩ લાખની નજીક પહોચવા આવી છે.