Not Set/ શું ગુજરાતમાં ફરી વકરી રહ્યો છે કોરોના..? આ જીલ્લામાં મોત અને નવા કેસમાં ઉછાળો નોધાયો

શું ગુજરાતમાં ફરી વકરી રહ્યો છે કોરોના..? આ જીલ્લામાં મોત અને નવા કેસમાં ઉછાળો નોધાયો

Top Stories Gujarat
covid 18 શું ગુજરાતમાં ફરી વકરી રહ્યો છે કોરોના..? આ જીલ્લામાં મોત અને નવા કેસમાં ઉછાળો નોધાયો

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાયમ કોરોના વાઇરસના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ઘટતા મૃત્યઆંક અને નવા કેસની વચ્ચે મોટી અસમંજસ ઉભી થાય તેવી માહિતી સામે આવી છે. ડાંગ જીલ્લો કે જયાં હમેશાં થી કોરોના કેસ નહીવત રહ્યા છે. ત્યાં એક સાથે ૧૦ કોરોના કેસ સામે આવ્યા છે. તો રાજકોટ જીલ્લામાં એક જ દિવસમાં 7 દર્દીઓના મોત નોધાયા છે.  ત્યારે રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગના આંકડા તરફ વેધક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Vaccine / આજે કોરોના વેક્સિનની ગુજરાતમાં થશે એન્ટ્રી, આ રીતે પહોચાડશે …

Vaccine / રસી માટે અફવાઓનું બઝાર ગમે તેટલું હોટ બને, પરંતુ તેમાં વિશ્વ…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં 10 પોલીસ કર્મીને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાં એક DYSP,એક PSI,નો સહીત 10 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં કુલ આંક 154 પર પહોંચ્યો છે.

ત્યારે કોરોનાના મોત ના આંકડાને લઈને પહેલી થી ચર્ચામાં  રહેલો રાજકોટ જીલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓના મોત નોધાયા છે, જેને લઈને સ્થાનીકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજકોટ-કોરોનાનો ફરી હાહાકાર મચાવવાનું શરુ કર્યું છે. મૃત્યુઆંક વધતા આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…