Not Set/ દેશમાં કોરોનાની ગતિ મંદ, આજે નોંધાયા 80,834 નવા કેસ

ભારતમાં કોરોના વાયરસનાં દૈનિક કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Top Stories India
1 383 દેશમાં કોરોનાની ગતિ મંદ, આજે નોંધાયા 80,834 નવા કેસ

ભારતમાં કોરોના વાયરસનાં દૈનિક કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં, ભારતમાં 80 હજાર કોરોનાનાં નવા દર્દીઓ સામે આવ્યા છે, જે 71 દિવસમાં સૌથી ઓછી સંખ્યા છે.

ભારે વરસાદ / મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડએલર્ટ જાહેર

નવા કેસો સાથે દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 94 લાખને વટાવી ગઈ છે. આ ઉપરાંત રવિવારે કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 3,303 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે, કુલ મૃત્યુની સંખ્યા 3.70 લાખ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાં 80,834 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 71 દિવસોમાં આ સૌથી ઓછા કેસો છે, જ્યારે દેશમાં સતત છઠ્ઠા દિવસે કોવિડ-19 નાં નવા કેસની સંખ્યા એક લાખથી ઓછી નોંધાઈ છે. આ સાથે, દર્દીઓની કુલ સંખ્યા 2,94,39,989 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3,303 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જે મળીને હવે કોરોનાનાં કારણે દેશમાં 3,70,384 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં મૃત્યુ દર 1.26% છે.

ફાયરિંગ / અમેરિકામાં એકવાર ફરી ગોળીબાર, 2 લોકોનાં મોત, 30 ઈજાગ્રસ્ત

કોવિડ-19 નાં દૈનિક નવા કેસોની સરખામણીએ સતત 31 માં દિવસે ભારતમાં કોરોનાથી સ્વસ્થ થતા લોકોની દૈનિક સંખ્યા વધી છે. છેલ્લા 24 કલાકમાં, 1,32,062 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં, દૈનિક નવા કેસોની સરખામણીએ 51,228 વધુ લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. આ સાથે, રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી કુલ 2,80,43,446 લોકો કોવિડ-19 થી ઠીક થઇ ચુક્યા છે. રોગમાંથી રાષ્ટ્રીય રિકવરી દર પણ સુધરીને 95.26 ટકા થઇ છે અને તે સતત વધી રહી છે. આ સિવાય ભારતમાં કોવિડ-19 નાં સક્રિય કેસની સંખ્યા સતત ઘટી રહી છે. સક્રિય કેસની સંખ્યા આજે 10,26,159 પર આવી ગઈ છે. આ સંખ્યા સતત 13 માં દિવસે 20 લાખથી ઓછી છે. છેલ્લા 24 કલાકમાં, સક્રિય કેસની કુલ સંખ્યામાં 54,531 નો ઘટાડો થયો છે. દેશનાં કુલ કોવિડ પોઝિટિવ કેસનાં આ માત્ર 3.49 ટકા છે.

આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં 19,00,312 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. શનિવાર સુધીમાં કુલ 37,81,32,474 લોકોનાં ટેસ્ટિંગ થઇ ચુક્યા છે. દેશમાં હવે ઝડપથી કોરોના ટેસ્ટિંગ અને સાથે વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જો આ કાર્યમાં હજુ ઝડપ આવશે તો આવતા સમયમાં આપણે આ કોરોનાવાયરસને હરાવવામાં સફળ રહીશું.

kalmukho str 8 દેશમાં કોરોનાની ગતિ મંદ, આજે નોંધાયા 80,834 નવા કેસ