Corona New Variant/ દેશમાં ફરી કોરોના પગ પેસારો, નવા વેરિઅન્ટથી કુલ 5 લોકોના થયા મૃત્યુ

સિંગાપોરમાં જોવા મળેલ કોરોનાના નવા વેરિયન્ટથી વૈશ્વિક ચિંતામાં વધારો થયો છે. 3 થી 9 ડિસેમ્બરની વચ્ચે કોવિડ -19 કેસની અંદાજિત સંખ્યા વધીને 56,043 થયા બાદ સિંગાપોર સરકાર કોવિડ ગાઈડલાઈન જારી કરી હતી.

Top Stories India
YouTube Thumbnail 16 1 દેશમાં ફરી કોરોના પગ પેસારો, નવા વેરિઅન્ટથી કુલ 5 લોકોના થયા મૃત્યુ

દેશમાં ફરી એકવાર કોરોના પોતાના પગ ફેલાવી રહ્યો છે. હાલમાં કોરોના નવા વેરિયેન્ટ (Corona new variant ) JN-1ની સિંગાપોરમાં પુષ્ટિ થતા ફરી એકવાર કોરોનાના કહેરને લઈને લોકો ચિંતિત થયા છે. જ્યારે ભારતમાં કેરળમાં કોવિડ-19 ચેપના નવા પ્રકાર JN-1ની સામે આવ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે. યુપી અને કેરળમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે. ભારતના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

કેરળમાં કોરોનાના નવા પ્રકાર, JN-1ની પુષ્ટિ થયા બાદ કેરળ સરકારે રાજ્યભરમાં હેલ્થ એલર્ટ જાહેર કર્યું હતું. ICMRના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કોરોનાના આ નવો પ્રકાર (Corona new variant ) કેરળની 79 વર્ષીય મહિલામાં જોવા મળ્યો છે. જો કે, આ ઘટના 8 ડિસેમ્બરે બની હતી અને મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ છે. છતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કુલ પાંચ લોકોના મોત થયા છે. જેમાં કેરળમાં ચાર અને યુપીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાના કેસમાં થતા વધારાને લઈને ચિંતિત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 નવા કેસ નોંધાતા સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.

નોંધનીય છે કે કોવિડ-19ને કારણે 5,33,316 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે મૃત્યુદર 1.19 ટકા છે. તે જ સમયે, ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ (4,44,69,799) થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

સિંગાપોરમાં જોવા મળેલ કોરોનાના નવા વેરિયન્ટથી વૈશ્વિક ચિંતામાં વધારો થયો છે. 3 થી 9 ડિસેમ્બરની વચ્ચે કોવિડ -19 કેસની અંદાજિત સંખ્યા વધીને 56,043 થયા બાદ સિંગાપોર સરકાર કોવિડ ગાઈડલાઈન જારી કરી હતી. નિષ્ણાતો કહી રહ્યા છે કે આ કોરોનાનું સૌથી જટિલ અને ખતરનાક વેરિયન્ટ છે. જે બહુ ઝડપથી ફેલાય છે. જો કે આ વેરિયન્ટથી મૃત્યુના જોખમ વધવાને લઈને કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં આ વેરિયન્ટે લોકોને ઝડપથી સંક્રમિત કર્યા છે. WHO ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને ચિંતિત છે. એડવાઈઝરી જારી કરતી વખતે તેણે દેશોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ સિંગાપોર, અમેરિકા, ભારત સહિત અન્ય દેશોમાં કોરોનાના વધી રહેલા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાએ તમામ અસરગ્રસ્ત દેશોને નજીકથી દેખરેખ રાખવા અને પરીક્ષણ ચાલુ રાખવા વિનંતી કરી છે.