સુરત/ સુરત કોર્પોરેશન દ્વારા રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું

જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા શંકાસ્પદ લોકોનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે

Gujarat Surat
Untitled 129 સુરત કોર્પોરેશન દ્વારા રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું

રાજયમાં  ફરી પાછા કોરોનાકેસમાં  વધારો જોવા મળી  રહ્યો છે . લોકો ખાસ કરીને દિવાળીના તહેવારમાં ભારે અવાજ ના કરે લોકોમાં સતત કોરોના કેસ નું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે  ત્યારે સુરત મહ્નાગર પાલિકા દ્વારા  સલામતી રૂપે એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો  છે. જે અંતર્ગત વાળીના(Diwali) વેકેશનના હરવા ફરવાના સ્થળો પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાના અહેવાલો પણ સામે આવ્યા છે. તેમજ હાલ દિવાળીમાં બહારગામ ફરવા ગયેલા સુરતીઓએ(Surat)હવે પરત ફરવાનું શરૂ કરી દીધુ છે.

આ પણ વાંચો ;ગાંધીનગર /  ગાંધીનગર જિ.પં.ની આંકડા શાખામાં આગ લાગતા,દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળીને ખાખ થયા

તેમજ બહારગામથી પરત ફરી રહેલા સુરતથી ફરવા ગયેલા  શહેરી જનો કોરોના લઈને ન આવે તે માટે સુરત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિત જુદી-જુદી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા શંકાસ્પદ લોકોનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.

આ પણ વાંચો ;ગુજરાત /  મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ

દિવાળી પહેલાં જ પાલિકાએ બહારગામ જતા લોકો પરત ફરે ત્યારે કોરોના ટેસ્ટિંગ કરાવવાનો આગ્રહ રાખે તેવી તાકીદ કરી હતી. લાભ પાંચમથી બજારો ખુલે તે પહેલાં લોકોએ સોમવારથી પરત ફરવાનું શરૂ કર્યું છે ત્યારે પાલિકાએ શહેરના પ્રવેશદ્વાર જહાંગીરપુરા, વાલક, પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ બસને સ્ટેન્ડબાય રાખી કામગીરી શરૂ કરી હતી. તેવી જ રીતે રેલવે સ્ટેશન, બસ ડેપો અને એરપોર્ટ પર પણ ટેસ્ટિંગ રિપોર્ટ મંગાયા હતા. પાલિકાએ વિવિધ ચેકપોસ્ટ સહિતના સેન્ટરો પર કરેલી રેપિડ ટેસ્ટમાં કોઇ પોઝિટિવ મળ્યું ન હોવાનું પણ સત્તાવાર રીતે જણાવાયું હતું.