Not Set/ રાજકોટમાં કોરોનાએ વધુ 8નો લીધો ભોગ, શહેરમાં 70 અને ગ્રામ્યમાં 333 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

આમ તો કોરોના આખી દુનિયામાં માથું ઉંચકી રહ્યો હોય તેવી વિગતો વિદિત છે. દેશ-દુનિયાને બાનમા લીધા બાદ ફરી એક વખત કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુ

Rajkot Gujarat
a 13 રાજકોટમાં કોરોનાએ વધુ 8નો લીધો ભોગ, શહેરમાં 70 અને ગ્રામ્યમાં 333 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
  • રાજકોટમાં ફરી કોરોના વકર્યો
  • કોરોનાથી વધુ 8 દર્દીઓના થયા મોત
  • સિવિલમાં સારવાર દરમિયાન મોત
  • શહેરમાં 70 અને ગ્રામ્યમાં 333 કન્ટેન્મેન્ટ

આમ તો કોરોના આખી દુનિયામાં માથું ઉંચકી રહ્યો હોય તેવી વિગતો વિદિત છે. દેશ-દુનિયાને બાનમા લીધા બાદ ફરી એક વખત કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગઇકાલે ગુજરાતમાં જ 1607 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, આ આંક અત્યાર સુધી નો ગુજરાતમાં એક દિવસમાં નોંધવામાં આવેલા કોરોના પોઝિટિવ કેસનો સર્વોચ્ચ આંક છે.

ગુજરાતમાં પણ વાત કરવામાં આવે રાજકોટની તો, રાજકોટ જિલ્લામાં કોરોના એક વખત વકર્યા બાદ જોઈએ તેટલો કાબૂમાં આવી રહ્યો નથી. કોરોના ને લીધે આજે વધુ 8 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. કોરોના સંક્રમણ ને કાબુમાં રાખવા માટે શહેરમાં 70 અને ગ્રામ્યમાં 333 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ ઘણા બધા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કુલ 1945 બેડ ઉપલબ્ધ હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…