Not Set/ કોરોનાના ઉપચારમાં થયા ખિસ્સા ખાલી, સારવારમાં પગાર કરતા અનેક ગણો ખર્ચ

શ્રમિકોને તો અંદાજે એક કે સવા વર્ષથી આવક જેટલો ખર્ચ થાય છે. સરકારે નકકી કરેલા ભાવ મુજબ એપ્રિલ 2020 થી જુન 2021 સુધીમાં ભારતમાં પરીક્ષણ તેમજ હોસ્પીટલ પર રૂા.64,000 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો

Top Stories Business
કોરોનાના ઉપચારમાં થયા ખિસ્સા ખાલી,

છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાએ વિશ્વને જકડી લીધુ છે. ત્યારે તેની સારવાર તેમજ પરિક્ષણનાં ખર્ચો થવાથી તેની સીધી અસર સામાન્ય માણસની કમાણી પર પડી છે. કોરોનામાં સામાન્ય માણસની કમાણી લૂંટાઈ ગઈ છે.

korona 2 1 કોરોનાના ઉપચારમાં થયા ખિસ્સા ખાલી, સારવારમાં પગાર કરતા અનેક ગણો ખર્ચ

કોરોનામાં લૂંટાયો સામાન્ય માણસ

કોરોનાએ સામાન્ય માણસને ખાલી કરી નાખ્યો છે. કોરોનાના ઉપચાર માટે હોસ્પીટલમાં દાખલ થનાર સામાન્ય માણસે ખાલી થઈ ગયો છે.  7 મહિના અથવા તેનાથી વધુ સમયની કમાણી તેની હોસ્પિટલ પાછળ ખર્ચવી પડી છે.  જેમાં  શ્રમિકોને તો અંદાજે એક કે સવા વર્ષથી આવક જેટલો ખર્ચ થાય છે. સરકારે નકકી કરેલા ભાવ મુજબ એપ્રિલ 2020 થી જુન 2021 સુધીમાં ભારતમાં પરીક્ષણ તેમજ હોસ્પીટલ પર રૂા.64,000 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો. આ અભ્યાસ બાદ જાણવા મળ્યુ કે પરીવારો દ્વારા ઈલાજમાં ખર્ચ વધુ થાય છે.

korona 2 2 કોરોનાના ઉપચારમાં થયા ખિસ્સા ખાલી, સારવારમાં પગાર કરતા અનેક ગણો ખર્ચ

પ્રાઈવેટ હોસ્પીટલમાં આરટી-પીસીઆર ટેસ્ટનો ભાવ જેટલો છે તેમાં  છુટક શ્રમિકનાં એક અઠવાડીયાની આવક પૂરી થઇ જાય છે. કોરોના સંક્રમણ દરમ્યાન એકથી વધુ વખત ટેસ્ટ કરવા પડે છે. ઉપરાંત જો પરિવારમાંથી કોઈને પોઝીટીવ આવે તો તમામ સભ્યોએ ટેસ્ટ કરાવવા પડે છે જેથી પરિવાર પર ટેસ્ટીંગ ખર્ચનો બોજ ખુબ વધી જાય છે. કોરોનાને કારણે સામાન્ય માણસ રોજગારીમાં તો ડૂબ્યો છે પણ સારવારના ખર્ચમાં ડૂબ્યો છે.

હવામાન વિભાગ / દિલ્હી,યુપી, મહારાષ્ટ્ર સહિતના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

દ્વારકા / ગોવાને ટક્કર મારે એવો શિવરાજપુરનો બીચ બનશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી