Not Set/ દેશમાં નવા કેસ સામે રિકવરીમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 12,600

દેશમાં નવા કેસ સામે રિકવરીમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 12,600

India
raman patel 1 દેશમાં નવા કેસ સામે રિકવરીમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 12,600

દેશમાં કોરોના કેસમાં મોટો ધટાડો જોવા મળ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં  12,600 નવા કેસ સામે આવ્યા છે. જયારે 11,800  વ્યક્તિ કોરોનાથી સ્વસ્થ્ય થઇ ઘરે પહોચ્યા છે. દેશમાં નવા કેસ સામે રિકવરીમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે.  હાલમાં દેશમાં  કોરોનાના  1.49 લાખ એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપની સંખ્યા 1,08,58,371 પર પહોંચી ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં દેશના 602 જિલ્લાઓમાં એક પણ કોરોના સંબંધિત મૃત્યુ કેસ નોંધાયેલો નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં રોગચાળાથી કોઈ મૃત્યુ થયું  નથી. ભારત સહિત વિશ્વના 180 થી વધુ દેશોમાં 10.68 કરોડથી વધુ લોકોને  કોરોના વાયરસનો  ચેપ અત્યાર સુધી ચેપ લાગી ચુક્યો છે. આ વાયરસથી 23.40 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોએ  જીવ ગુમાવ્યો છે.

Ahmedabad / પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો, રમણ પટેલ અને બે પુત્રો સામે નોંધાઈ ફરિયાદ

#address / રક્ષામંત્રી રાજનાથ સિંહ પૂર્વી લદાખની વર્તમાન સ્થિતિ પર આજે રાજ્યસભામાં આપશે નિવેદન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ