Not Set/ કોરોના વેક્સિન ફ્રી નથી, સરકારને 200 રૂપિયામાં તેમજ લોકોને 1,000 રૂપિયામાં મળશે : અદાર પુનાવાલા

કોરોના વેક્સિન બહાર પડી ત્યારથી તેની કિંમતને લઇને લોકોમાં અટકળો થઈ રહી છે જેની વચ્ચે આ રસી ફ્રીમાં મળશે કે જાહેર જનતાએ પોતે ખર્ચ કરવાનો રહેશે તે અંગે અટકળો થઇ રહી હતી. તેની વચ્ચે

Top Stories India
1

કોરોના વેક્સિન બહાર પડી ત્યારથી તેની કિંમતને લઇને લોકોમાં અટકળો થઈ રહી છે જેની વચ્ચે આ રસી ફ્રીમાં મળશે કે જાહેર જનતાએ પોતે ખર્ચ કરવાનો રહેશે તે અંગે અટકળો થઇ રહી હતી. તેની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા આ વેક્સિન કોરોના વોરિયર્સ તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓને ફ્રીમાં મળશે તેવું સ્પષ્ટીકરણ કરવું પડ્યું હતું. વેક્સીનની કિંમતોને લઈને લાંબા સમયથી સંશયની સ્થિતિ બનેલી છે. પરંતુ રવિવારને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ વેક્સીનની કિંમતને લઈને મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારે ઓક્સફોર્ડની વેક્સીન 200 રૂપિયામાં આપવામાં આવશે. જ્યારે જનતાને આ વેક્સીન 1,000 રૂપિયામાં મળશે.

Coronavirus vaccine likely to be ready by December, Serum Institute may  apply for emergency use

coronaupdate / અમેરિકામાં કોરોનાનું તાંડવ, એક દિવસમાં મળ્યા ૩ લાખ જેટલા કેસ…

corona vaccine / અન્ય દેશોની જેમ વડાપ્રધાન મોદી પહેલા વેક્સિન લગાવે, આ કોંગ્ર…

ભારતમાં ઘર આંગણે જ વેક્સિન બનાવવામાં આવી રહી છે. એટલું જ નહીં છ કંપનીઓ દ્વારા ટ્રાયલ કરવામાં આવ્યા હતા જેમાંથી આખરે બે કંપનીઓ પર મહોર મારવામાં આવી છે. ત્યારે પુનાની સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં ઓક્સપોર્ટ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવિશીલ્ડનું નિર્માણ થઈ રહ્યું છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ રવિવારે કોવિશિલ્ડને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

Serum Institute-produced Covid-19 vaccine at least six months away, says CEO

beware ….. !! / વાલીઓ ચેતજો… સુરતમાં બાળક રમત રમતમાં બટન ગળી ગયો, તાત્…

એ બાબત ઉલ્લેખનીય છે કે ભારતમાં ટૂંક સમયમાં વેક્સીન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેને લઈને સરકારે પણ તૈયારીઓ કરી લીધી છે. શનિવારે દેશના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર ઉપરાંત યુરોપીય સંઘ પણ વેક્સીન નિર્માતાઓની મદદ માટે આગળ આવ્યા છે. ઈયુએ આ મદદ વેક્સીન નિર્માણ વધારવા અને વિતરણને આસાન કરવા માટે કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…