મંજૂરી/ સરકાર મંજૂરી આપશે તો ડ્રોનથી કોરોના વેક્સિન પહોંચાડવામાં આવશે

ડ્રોનથી વેક્સિનની ડિલીવરી કરવામાં આવશે.

India
drowne સરકાર મંજૂરી આપશે તો ડ્રોનથી કોરોના વેક્સિન પહોંચાડવામાં આવશે

દેશમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે .કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે કોરોનાની બીજી લહેરે તાંડવ મચાવ્યો છે. આવી પરિસ્થિતિમાં વેક્સિન ઉત્તમ વિકલ્પ છે તેની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક નવી પરિયોજનાને શરતી મંજૂરી આપી દીધી છે.ડ્રોનની મદદથી કોરોનાની વેક્સિન ડિલીવરી થશે.

આ અંગે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે સરકાર સામે એક વિચાર રજૂ કર્યો હતો કે કોરોના વેક્સિનની ઝડપી અને યોગ્ય ડિલીવરી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આઇસીએમઆરએ આ માટે ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી કાનપુર સાથે કામ કરવાની વાત કરી છે.

આ મામલે કેન્દ્ર નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આઇસીએમઆરને આઇઆઇટી કાનપુર સાથે શરતી છૂટ આપી છે. જાે સરકાર આને સત્વરે અમલી બનાવવા માટે મંજુરી આપશે તો, ડ્રોન ડિલીવરી કરશે વેકસિનની.