Not Set/ રાફેલ વિવાદ: કોંગ્રેસ બાદ હવે RSSએ પણ સરકાર પર ફોડ્યો બોમ્બ, કહ્યું, “ડીલમાં હોવી જોઈએ પારદર્શિતા”

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ વિવાદના મુદ્દે દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્તમાન મોદી સરકાર અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત એકબીજા પર આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. RSS દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “જો રાફેલ ફાઈટર પ્લેનની […]

Top Stories India Trending
14 07 2018 bhaiyyaji joshi 18196641 201631511 રાફેલ વિવાદ: કોંગ્રેસ બાદ હવે RSSએ પણ સરકાર પર ફોડ્યો બોમ્બ, કહ્યું, "ડીલમાં હોવી જોઈએ પારદર્શિતા"

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ વિવાદના મુદ્દે દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્તમાન મોદી સરકાર અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત એકબીજા પર આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે.

RSS દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “જો રાફેલ ફાઈટર પ્લેનની ડીલને લઈ કોર્ટ દ્વારા રિપોર્ટ માંગવામાં આવે છે તો, સરકારે આ અંગે કોઈ નિર્ણય લેવો પડશે”.

rafale deal 2 રાફેલ વિવાદ: કોંગ્રેસ બાદ હવે RSSએ પણ સરકાર પર ફોડ્યો બોમ્બ, કહ્યું, "ડીલમાં હોવી જોઈએ પારદર્શિતા"
national-rafale-deal-rss-bhaiyya-ji-joshi-transparency-defence-issues

આરએસએસના સહકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ રાફેલ વિવાદ અંગે જણાવતા કહ્યું, “અગર કોર્ટ આ વિવાદને રિપોર્ટ માંગે છે આ મુદ્દે સરકારે પોતાનો નિર્ણય લેવો પડશે. સાથે સાથે તેઓએ એ પણ કહ્યું કે, “રક્ષા સાથે જોડાયેલા મામલે પારદર્શિતાજાળવવી જોઈએ”.

વડાપ્રધાનને દેશ સાથે માફી માંગવી જોઈએ : સિન્હા

મહત્વનું છે કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટીના બાગી સાંસદ શત્રુઘ્ન સિંન્હાએ પ્રધાનમંત્રી પર હુમલો બોલતા કહ્યું છે કે, “પીએમ મોદીને પોતે વિપક્ષના સવાલોનો જવાબ આપવો જોઈએ. સાથે સાથે સિન્હાએ વડાપ્રધાનને દેશ સાથે માફી માંગવા માટેની પણ સલાહ આપી હતી.

શત્રુઘ્ન સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, “સત્તા પક્ષના જે લોકો રાફેલ ડીલ મામલે બોલી રહ્યા છે, તેઓને શું ખબર છે કે, ડીલ દરમિયાન જ શું થયું હતું. અમે લોકો પોતાનામારા પ્રધાનમંત્રીને જોઈ રહ્યા છે. તેઓ જે બોલી રહ્યા છે, એ તેઓની સાથે મજબૂરી છે. આજે અમે મંત્રીમંડળમાં જો હોત તો અમે પણ સરકારના ગુણગાન ગાતા હોત”