Not Set/ કોરોનાનો કોહરામ, રાજ્યમાં કોરોના કેસનો દૈનિક આંક 10  હજારને નજીક, જાણો આજે કયાં કેટલા કેસ નોધાયા

રાજ્યના આરોગ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 9541 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,94,229 ઉપર પહોચ્યો છે.

Top Stories Gujarat
corona 1 13 કોરોનાનો કોહરામ, રાજ્યમાં કોરોના કેસનો દૈનિક આંક 10  હજારને નજીક, જાણો આજે કયાં કેટલા કેસ નોધાયા

ગુજરાત રાજ્યમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મસમોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 9541 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,94,229 ઉપર પહોચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મોત નો આંક 5267  ઉપર પહોચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3783 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 333564 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 55398 છે.

રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યોછે. સાથે મોતનો આંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3241 કેસ સામે આવ્યા છે તો અમદાવાદ ગ્રામ્યમાં પણ 62 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 1720 નવા કેસ, સુરત ગ્રામ્યમાં 435 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 369 કેસ, જ્યારે ગ્રામ્યમાં 210 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 412 કેસ અને ગ્રામ્યમાં 82 કેસ નોંધાયા છે.

corona 1 12 કોરોનાનો કોહરામ, રાજ્યમાં કોરોના કેસનો દૈનિક આંક 10  હજારને નજીક, જાણો આજે કયાં કેટલા કેસ નોધાયા