કોરોના વાયરસ/ લખનઉમાં પાણીમાંથી કોરોના વાયરસ મળ્યો

પાણીમાં કોરોના વાટરસ મળી આવ્યો

India
water 1 લખનઉમાં પાણીમાંથી કોરોના વાયરસ મળ્યો

કોરોના વાયરસ મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. લખનઉમાં પાણીમાં કોરોના વાયરસ મળી આવતાં ખળભળાટ મટી ગયો છે. ગોમતી નદીમાં  પડી રહેલા ગટરના પાણીમાં કોરોના વાયરસ મળ્યો છે. મુંબઇ બાદ લખનઉમાં પાણીમાં  કોરોના વાયરસ મળવાનો પહેલો બનાવ છે,આ નદીમાં અનેક ગટરનું પાણી સીધું મળે છે. આ પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્વ કર્યા બાદ નદીમાં છોડવામાં આવે છે. આ પાણીનો ઉપયોહ પીવા માટે કરવામાં આવે છે .જેને લીધે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. પીજીઆઈ માઇક્રોબાયોલોજી વિભાગએગટરના પાણીની તપાસ કરી છે.

ગોમતી નદીમાં ગટરના પાણીમાં કોરોના વાયરસ મળતા તેનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. વલ્ડ હેલ્થ ઓગેનાઇઝેશન અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચએ શોધ શરૂ કરી દીધી છે. દેશના અલગ અલગ શહેરોમાં ગટરના પાણીના નુના લેવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પીજીઆઇ માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડૉ.ઉજ્જવલા ઘોષના જણાવ્યા અનુસાર દેશમાં કુલ આઠ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તેમાં લખનઉનો પણ પીજીઆઇ સેન્ટરનો સમાવેશ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ સ્થળો પરથી ગટરના પાણીના નમૂના લીધાં છે.રૂપપુર ખદરા,ઘંટાઘર,અને મછલી માહોલના ગટરના પાણીના નમૂના લીધાં હતાં. આ વિસ્તારના ગટરનો પાણી સીધો ગોમતી નદીમાં મળે છે ડોકટરે વધુમાં જણાવયુ હતું કે 19 મે ના રાેજ રિપોર્ટ આવી હતી જેમાં ખદરા વિસ્તારના પાણીનો રિપોર્ટમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. રિપોર્ટને આઇસીએમઆરમાં મોકલી આપવામાં  આવ્યો છે.