Not Set/ #CoronaEffect/ અમેરિકામાં કોરોનાનાં વધતા કેસો સાથે ચીનને ટ્રમ્પ સરકાર તરફથી સતત મળી રહી છે ચેતવણી

અમેરિકાનાં વિદેશ સચિવ માઇક પોંપીયોએ ફરી એકવાર કોરોના વાયરસ રોગચાળા માટે ચીનને દોષી ઠેરવ્યું છે. પોંપીયોએ કહ્યું છે કે, યુ.એસ.નાં અર્થતંત્રની સાથે-સાથે સમગ્ર વિશ્વનાં અર્થતંત્રની સામે ‘વિશાળ પડકાર‘ અને સંકટ પેદા કરવા માટે ચીનને એક મોટી કિંમત ચૂકવવી પડશે. પોંપીયોએ થોડા દિવસો પહેલાના પોતાના નિવેદનનું પુનરાવર્તન કરતાં કહ્યું છે કે, ચીને કોરોના વાયરસ વિશે કોઈ […]

World

અમેરિકાનાં વિદેશ સચિવ માઇક પોંપીયોએ ફરી એકવાર કોરોના વાયરસ રોગચાળા માટે ચીનને દોષી ઠેરવ્યું છે. પોંપીયોએ કહ્યું છે કે, યુ.એસ.નાં અર્થતંત્રની સાથે-સાથે સમગ્ર વિશ્વનાં અર્થતંત્રની સામે વિશાળ પડકારઅને સંકટ પેદા કરવા માટે ચીનને એક મોટી કિંમત ચૂકવવી પડશે. પોંપીયોએ થોડા દિવસો પહેલાના પોતાના નિવેદનનું પુનરાવર્તન કરતાં કહ્યું છે કે, ચીને કોરોના વાયરસ વિશે કોઈ માહિતી શેર કરી નથી અને હવે શાસક સામ્યવાદી પક્ષને તેની કિંમત ચૂકવવી પડશે.

ચીન પર સતત આંતરરાષ્ટ્રીય સમુદાયનું દબાણ છે. બીજા ઘણા દેશોએ તેમના પર પારદર્શિતા ન હોવાનો આરોપ લગાવ્યો છે. તમામ દેશોએ ચીન પર આરોપ લગાવ્યો છે કે તેણે કોરોના વાયરસ રોગચાળા સામેની લડાઈમાં કોઈ પારદર્શિતા નથી દાખવી. યુ.એસ. માં, રોગચાળાએ 50,000 થી વધુ લોકોનો ભોગ લીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલેથી જ કહ્યું છે કે, તેમનો વહીવટ એવા અહેવાલોની તપાસ કરી રહ્યો છે કે કોરોના વાયરસ વુહાન વાયરોલોજી લેબોરેટરીમાંથી ઉદ્ભવ્યો હતો અને ત્યારબાદ તે વિશ્વભરમાં ફેલાયો હતો.

ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂંમાં પોંપીયોએ કહ્યું હતું કે, “મને ખાતરી છે કે ચિની કમ્યુનિસ્ટ પાર્ટીએ જે કર્યું છે તેની કિંમત તેણે નિશ્ચિતપણે અમેરિકા સાથે ચૂકવવી પડશે.” મને ખબર નથી કે હવે અહીં શું થશે.જો કે પોંપીયોએ કહ્યું કે, ટ્રમ્પ વહીવટનું ધ્યાન ચીન પર નથી, પરંતુ વાયરસને અંકુશમાં રાખીને અમેરિકન અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું છે. પોંપીયોએ આગળ કહ્યું, “અમે ખાતરી કરી રહ્યા છીએ કે, અમેરિકનો સુરક્ષિત છે, તેમના સ્વાસ્થ્ય પર આવેલુ જોખમ નાબૂદ કરવામાં આવે, લોકોને સ્વસ્થ રાખવામાં આવે અને આ સાથે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવે.”

પોંપેયોએ કહ્યું, ‘મેં દેશનાં દરેક ઉદ્યોગપતિ સાથે અને દરેક સામાન્ય નાગરિક સાથે વાત કરી છે – લોકોએ છેલ્લા કેટલાક અઠવાડિયાથી પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. તેઓ જાણે છે કે આ વાયરસનું પરિણામ છે, તેનો ઉદ્દભવ ચીનનાં વુહાનથી થયો છે, અને તેઓ પણ જાણે છે કે ચીની સરકારને જે પગલાં લેવા જોઇતા હતા તે જરૂરી પગલા તેમણે નથી ઉઠાવ્યા. આની સાથે એક કિંમત છે, જે તેઓએ ચૂકવવી પડશે.પોંપીયોએ કહ્યું કે અમેરિકા દવાઓ અને અન્ય આવશ્યક ચીજો પર નિર્ભર નહીં રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.