Cricket/ ક્રિકેટ જગતમાં એકવાર ફરી કોરોનાની Entry, અમેરિકા-આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે રદ

આજે દુનિયાભરમાં કોરોના મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ મહામારીથી ક્રિકટ જગત પણ અલગ રહી શક્યુ નથી. સમયાંતરે આ મહામારીએ રમત-ગમતની દુનિયાને પણ પોતાની ઝપેટમાં લઈ લીધુ છે.

Sports
અમેરિકા-આયર્લેન્ડ

આજે દુનિયાભરમાં કોરોના મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ મહામારીથી ક્રિકટ જગત પણ અલગ રહી શક્યુ નથી. સમયાંતરે આ મહામારીએ રમત-ગમતની દુનિયાને પણ પોતાની ઝપેટમાં લઈ લીધુ છે. રમત જગતમાં ક્રિકેટ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયુ છે.

આ પણ વાંચો – Retirement / ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

તાજેતરનો મામલો અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વ્હાઈટ બોલ સીરીઝથી જોડાયેલો છે, જ્યાં કોરોનાએ તબાહી મચાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, આ સીરીઝમાં એમ્પાયરિંગ ટીમનો એક સભ્ય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ બન્ને ટીમો વચ્ચે રવિવારે રમાનારી પ્રથમ વનડે મેચ રદ્દ કરવામાં આવી છે. પ્રથમ ODI ફ્લોરિડાનાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાવવાની હતી. અમેરિકા ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “યુએસએ ક્રિકેટ આયર્લેન્ડ અને ICC સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે બાકીની સીરીઝ થઈ શકે.” રિપોર્ટ અનુસાર અમેરિકન કેમ્પનો એક નેટ બોલર પણ પોઝિટિવ જોવા મળ્યો છે. જોકે તે યુએસ ટીમનો ભાગ નથી. યજમાન ટીમનાં ક્રિકેટ બોર્ડે કહ્યું કે, આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચેની ત્રણ મેચની વનડે સીરીઝની બાકીની બે મેચ તેમના સમયપત્રક અનુસાર રમાશે. આ મેચો 28 અને 30 ડિસેમ્બરે રમાશે.

આ પણ વાંચો – Cricket / સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનાં અવતારમાં નજર આવ્યા રવિન્દ્ર જાડેજા, Video

ઉલ્લેખનીય છે કે, આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચે T20 સીરીઝની બે મેચ રમાઇ જે ડ્રોમાં ખતમ થઈ હતી. બીજી T20માં આયર્લેન્ડે અમેરિકાને 9 રને હરાવ્યું હતુ. જ્યારે પ્રથમ T20માં અમેરિકાએ આયર્લેન્ડને 26 રને હરાવ્યુ હતું. આપને જણાવી દઈએ કે, આયરલેન્ડની ટીમ હાલ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝનાં પ્રવાસ પર છે. આયર્લેન્ડ સામે સીરીઝની હારથી બચવા માટે બીજી T20 જીતવાનો મોટો પડકાર હતો. આવી સ્થિતિમાં, તેના 25 વર્ષીય બેટ્સમેને કમાન સંભાળી, જેણે માત્ર 12 બોલમાં 54 રન ફટકારીને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડ્યો હતો.