Not Set/ સુરતમાં કોરોનાનો કહેર યથાવત

મનપાની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી બનાવી ઝડપી

Gujarat Surat
content image 896916cf 1f98 4046 8c86 92f31f8ef982 સુરતમાં કોરોનાનો કહેર યથાવત

સુરત શહેરમાં કોરોનાનોસંક્રમણ વધતા માનપાના આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોગ્યની સર્વેલન્સની ટીમ દ્વારા કોરોના સંક્રમણ રોકવા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી મનપાની ટીમે કુલ ૭,૯૪,૨૮૮ વ્યક્તિઓનો સર્વે હાથ ધર્યો  છે. જેમાં APX સર્વેમાં કુલ ૨,૪૧,૩૭૧ ઘરોનું સર્વે પૂર્ણ કરવામાં આવ્યું છે.

surat 3 સુરતમાં કોરોનાનો કહેર યથાવત
ફાઈલ ફોટો

સુરતમાં કોરના સંક્રમણ વધતા મનપા દ્વારા બીઆરટીએસ તેમજ સીટી બસ સેવા તેમજ શહેરમાં આવેલ બાગ બગીચા અને સ્વીમીંગ પુલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને સુરતમાં પ્રવેશવાના પોઈન્ટ પર મનપા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા સુરતમાં પણ ટીમ બનાવી સર્વેલન્સની કામગીરીહાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતમાં ૧૫૯૫ ટીમ દ્વારા સર્વેલન્સનીકામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી કુલ ૭.૯૪,૨૮૮ વ્યક્તિઓનું સર્વે કરવામાં આવ્યો છે. જેમાં APX સર્વેમાં કુલ ૨,૪૧,૩૭૧ ઘરોનું ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. તેમજ મનપાની બીજી ટીમો દ્વારા પણ ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.