Not Set/ કોરોનાની ભયાનક સ્થિતિ, અંતિમ સંસ્કાર કરવા માટે પણ લાશોનું વેઇટિંગ

સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે મૃતકઆંક પણ વધ્યો છે. સુરતના ઉમરા સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવા માટે પણ લાશોની લાઇનો લાગી હતી. કોવિડ પ્રોટોકોલ મુજબ લાશોના અંતિમ સંસ્કાર કરવા માટે લોકોએ વેઇટિંગમાં ઉભુ રહેવુ પડ્યુ હતું. સોશિયલ મીડિયા પર ડરાવતો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આપણી […]

Gujarat Surat
Untitled 67 કોરોનાની ભયાનક સ્થિતિ, અંતિમ સંસ્કાર કરવા માટે પણ લાશોનું વેઇટિંગ

સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે મૃતકઆંક પણ વધ્યો છે. સુરતના ઉમરા સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવા માટે પણ લાશોની લાઇનો લાગી હતી. કોવિડ પ્રોટોકોલ મુજબ લાશોના અંતિમ સંસ્કાર કરવા માટે લોકોએ વેઇટિંગમાં ઉભુ રહેવુ પડ્યુ હતું. સોશિયલ મીડિયા પર ડરાવતો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આપણી પણ આવી સ્થિતિ ના થાય તે માટે માસ્ક જરૂર પહેરવુ પડશે અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે.

સુરતમાં રોજના સરેરાશ 240થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. સ્મશાનોમાં જગ્યા પણ ખૂટી પડી છે. સુરતના ઉમરા સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવા માટે પણ લાઇનમાં ઉભા રહીને રાહ જોવી પડી રહી છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવામાં આવ્યા છે.

સુરતમાં કોરોનાને કારણે સ્થિતિ એટલી બધી વણસી ગઇ છે કે સ્મશાનગૃહમાં ડેડબોડીના અંતિમ સંસ્કાર માટે ટોકન લેવા પડે છે. ટોકનમાં જે પ્રમાણે નંબર આવે તે પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે 10 કલાક સુધીનું વેઇટિંગ પણ જોવા મળી રહ્યુ છે.