IPL 2021/ કોરોનાએ વધારી મુસિબત, KKR બાદ શું CSK નાં 3 સભ્યો આવ્યા કોરોના સંક્રમિત? જાણો

દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે હવે આ વાયરસે આઈપીએલને પણ ખલેલ પહોંચડવાની તૈયારી કરી હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. જી હા, આજે KKR નાં બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદથી આઈપીએલની તમામ ફ્રેન્ચાઇજી ચિંતામાં દેખાઇ રહી છે. આ વચ્ચે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે […]

Top Stories Sports
123 52 કોરોનાએ વધારી મુસિબત, KKR બાદ શું CSK નાં 3 સભ્યો આવ્યા કોરોના સંક્રમિત? જાણો

દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે હવે આ વાયરસે આઈપીએલને પણ ખલેલ પહોંચડવાની તૈયારી કરી હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. જી હા, આજે KKR નાં બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદથી આઈપીએલની તમામ ફ્રેન્ચાઇજી ચિંતામાં દેખાઇ રહી છે. આ વચ્ચે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ વાયરસ હવેb CSK નાં ટેન્ટમાં પણ પ્રવેશ કરી ચુક્યો છે.

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના રોગચાળાએ કેર વરસાવ્યો છે અને હવે વાયરસ આઇપીએલ 2021 માં પણ પ્રવેશ કરી ચુક્યો છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા કે, કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નાં બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ છે, ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની મેચ સોમવારે એટલે કે આજે મુલતવી રાખવામાં આવી છે. આ પછી, એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા કે કોરોનાએ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) પર પણ હુમલો કર્યો છે. ચેન્નાઈનાં ત્રણ સ્ટાફ સભ્યો વાયરસની ઝપટમા આવી ગયા છે, જેમાં સીએસકેનાં સીઈઓ કાશી વિશ્વનાથન, ટીમનાં બોલિંગ કોચ એલ બાલાજી અને ચેન્નાઈનાં એક બસ ક્લીનરનો સમાવેશ થાય છે. પરંતુ હવે આઇપીએલે આ અંગે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે સીએસકેમાં પોઝિટિવ કેસ જાહેર કરાયા તે ખોટા છે.

આઇપીએલે પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, છેલ્લા 4 દિવસમાં ત્રીજા તબક્કાનાં ટેસ્ટમાં કેકેઆરનાં વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પોઝિટિવ જોવા મળ્યા છે. ટીમનાં અન્ય તમામ સભ્યો કોવિડ-19 માટે નેગેટિવ હોવાનું જણાયું છે. આ સિવાય રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સનાં સીઈઓ કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ એલ બાલાજી અને સ્ટાફનાં એક અન્ય સભ્ય પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સોમવારે તેમના ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું છે. બીસીસીઆઈનાં એક ટોચનાં સ્ત્રોતે તેમના કેસને ‘ખોટા પોઝિટિવ’ જાહેર કર્યા છે.આઈપીએલે કહ્યું, ‘મેડિકલ ટીમ સતત બંનેનાં સંપર્કમાં રહે છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. દરમિયાન, કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ અન્ય કોઈપણ સંભવિત કેસની ઓળખ કરવા અને વહેલી તકે તેની સારવાર માટે દૈનિક ટેસ્ટ રૂટમાંથી પસાર થશે. લીગે કહ્યું, “મેડિકલ ટીમની સાથે પોઝિટિવ પરિણામોનાં નમૂનાઓ એકત્રિત કરતા 48 કલાક સુધી બંને પોઝિટિવ ખેલાડીઓનાં સંપર્કમાં આવતા લોકોને પણ ઓળખાશે.”

Untitled 1 કોરોનાએ વધારી મુસિબત, KKR બાદ શું CSK નાં 3 સભ્યો આવ્યા કોરોના સંક્રમિત? જાણો