Not Set/ કોરોનાનો દેશમાં 2021નો નવો રેકોર્ડ, 24 કલાકમાં નોંધાયા 68,250 કેસ

દેશમાં કોરોના મહામારીની બીજી તરંગ અટકી અટકવાનું નામ લઇ રહી નથી.કોરોનાએ 2021માં નવો રેકોર્ડ બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. નવા કેસોની સાથે, દૈનિક મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પ્રથમ વખત એક જ દિવસમાં રોગચાળાને

India Trending
corona country કોરોનાનો દેશમાં 2021નો નવો રેકોર્ડ, 24 કલાકમાં નોંધાયા 68,250 કેસ

દેશમાં કોરોના મહામારીની બીજી તરંગ અટકી અટકવાનું નામ લઇ રહી નથી.કોરોનાએ 2021માં નવો રેકોર્ડ બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. નવા કેસોની સાથે, દૈનિક મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પ્રથમ વખત એક જ દિવસમાં રોગચાળાને કારણે વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 63 હજારથી વધુ નવા કેસ પણ મળી આવ્યા છે. સક્રિય કેસોમાં સતત 19 મા દિવસે પણ વધારો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન 68,250 નવા કેસો મળી આવ્યા છે.

corona in india 7 કોરોનાનો દેશમાં 2021નો નવો રેકોર્ડ, 24 કલાકમાં નોંધાયા 68,250 કેસ

કોરોનાના એક્ટિવ કેસમાં ફરી એક વખત બમ્પર ઉછાળો જોવા મળ્યો છે.કોરોના ના એક્ટિવ કેસ 5.18 લાખ નોંધવામાં આવ્યા છે.માત્ર મહારાષ્ટ્રમાં જ 24 કલાક દરમિયાન 40,414 કેસ નોંધવામાં આવ્યા છે, છેલ્લા 24 કલાકમાં 295ના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 1.61 લાખને પાર પહોંચ્યો છે. આ દરમિયાનમાં 32,140 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

Coronavirus update: New case reported from Ghaziabad, India now has 30 patients

દેશના 8 રાજ્યોમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ ખરાબ છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિળનાડુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન જોવા મળેલા કુલ નવા ચેપમાંથી 81.46 ટકા આ રાજ્યોના છે. આ રાજ્યોમાં રાજસ્થાન, આંધ્રપ્રદેશ, અસમ, લક્ષદ્વીપ, લદાખ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને અંદમાન નિકોબાર ટાપુઓ શામેલ છે.

Incorrect to say new coronavirus strain has entered India till labs confirm it': Health ministry

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…