કોરોનાનાં વિષચક્રનો અજગરી ભરડો કસાય રહ્યો છે. દેશ-દુનિયા અને ગુજરાતમાં કોરોનાએ ફરી એક વખત લોકોનાં જીવ પડીકે પકડાવી દીધા જેવી સ્થિતિ સર્જી છે. જો કે, આ બાબતે કોરોના કરતા બેજવાબદાર રીતે વર્તન કરતા લોકો જ જવાબદાર છે અને માટે જ કોરોના પોતાનો પ્રસરવ કરી રહ્યો છે. દુનિયાનાં અનેક દેશોમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને દેશમાં પણ આવી હાલત છે. દેશનાં અનેક મહાનગરો કોરોનાનાં કારણે વિષ્ટામણ ભરી પરિસ્થિતિમાં જોવામાં આવી રહ્યા છે. અને ગુજરાતની જ વાત કરવામાં આવે તો શિયાળાની શરુઆત અને દિવાળીનાં તહેવારમાં મોજ કરવી હવે ભારે પડી રહી છે. ગુજરાતનાં અમદાવાદમાં જ્યાં ભૂતકાળમાં કોરોનાએ કહેર વહેર્યો છે, ત્યાં તો તંત્ર દ્વારા ત્રણ રાત – બે દિવસ સતત કરફ્યુંનું હથિયાર ઉગામી પણ દીઘું છે.
દુનિયામાં કોરોનાની સ્થિતિનો ચિતાર
- વિશ્વમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક 6.54 લાખ નવા કેસ
- અમેરિકામાં 24 કલાકમાં નવા 1.96 લાખ કેસ
- અમેરિકામાં કુલ કેસનો આંક 1.22 કરોડ પર
- બ્રાઝિલમાં કોરોનાનાં નવા 37 હજાર કેસ
- વિશ્વમાં કોરોનાથી કુલ 13.76 લાખ લોકોનાં મોત
ભારતમાં કોરોનાની સ્થિતિ
- દેશમાં કોરોનાનાં નવા 46 હજાર કેસ
- 24 કલાકમાં 48 હજાર દર્દી કરાયા રિકવર
- દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક 90.50 લાખ પર
- દેશમાં હાલ 4.39 લાખ એકટિવ કેસ
- દેશમાં કોરોનાથી કુલ 1.32 લાખ લોકોનાં મોત
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
- ગુજરાતમાં કોરોના વિસ્ફોટ
- રાજ્યમાં કોરોનાનાં નવા 1420 કેસ
- 24 કલાકમાં 1040 દર્દી સાજા થયા
- અમદાવાદમાં નવા 305 કોરોનાનાં કેસ
- 24 કલાકમાં 7 દર્દીઓનાં કોરોનાથી મોત
- રાજ્યમાં હાલ 13,050 એકટિવ કેસ
- રાજ્યમાં કુલ કેસનો આંક 1.94 લાખ પર