Not Set/ કચ્છમાં નીલગાયનો શિકાર થતા વનવિભાગમાં મચી દોડધામ

અમદાવાદ: કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં નીલગાયનો શિકાર કરવાની ઘટનાને લઈને વનવિભાગમાં દોડધામ મચી જવા પામી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ ગામમાં આવીને તિક્ષ્ણ હથિયાર વડે નિલગાયનો શિકાર કર્યો હતો. આ બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ આ અગાઉ શિકારીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. જયારે મૃત નીલગાયની […]

Top Stories Gujarat Others Trending
Hunting of Nilgai in Kutch

અમદાવાદ: કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં નીલગાયનો શિકાર કરવાની ઘટનાને લઈને વનવિભાગમાં દોડધામ મચી જવા પામી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ ગામમાં આવીને તિક્ષ્ણ હથિયાર વડે નિલગાયનો શિકાર કર્યો હતો. આ બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ આ અગાઉ શિકારીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. જયારે મૃત નીલગાયની ગ્રામજનોએ સાથે મળી અંતિમવિધિ કરી છે. નીલગાયના શિકારના મામલે વનવિભાગે ફરિયાદ નોંધીને અજાણ્યા શિકારીઓની શોધખોળ હાથ ધરી છે.

તિક્ષ્ણ હથિયાર વડે કરાયો નિલગાયનો શિકાર

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પદમપર ગામની સીમમાં નિલગાયનો શિકાર કરવાની ઘટના બહાર આવી છે જેના કારણે વનવિભાગમાં દોડધામ મચી જવા પામી છે. ગઇકાલે શનિવારે સાંજના સમયે કોઇ ટોળકી નીલગાયના શિકાર માટે આવી હોવાનુ સ્થાનિક ગ્રામજનોના ધ્યાનમાં  આવ્યુ હતું. જે અંગે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ વનવિભાગની ટીમે આવે તે અગાઉ જ શિકારીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

મૃત નિલગાયની ગ્રામજનોએ કરી અંતિમવિધિ

નીલગાયના શિકારની વતની જાણ થતાં ઘટના સ્થળે વનવિભાગની ટીમ દોડી આવી હતી. વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ અંગેની પ્રાથમિક તપાસમાં કોઇ તિક્ષ્ણ હથિયાર વડે નિલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યું છે. વનવિભાગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગ્રામજનોએ સાથે મળીને મૃત નિલગાયની અંતિમવિધિ કરી હતી.

નીલગાયના શિકારની ઘટનાના મામલે વનવિભાગ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે વનવિભાગે અજાણ્યા શિકારીને ઝડપી લેવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.