Covid-19/ વિશ્વભરમાં કોરોનાનો સૌથી ભીષણ કાળ, સતત બીજા દિવસે 25 લાખ કેસ

આજે દુનિયામાં કોરોનાવાયરસે એકવાર ફરી પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વમાં સતત બીજા દિવસે 25 લાખથી વધુ કેસ નોંધાયા છે. જે બતાવી રહ્યુ છે કે, સાવધાની હટી દુર્ઘટના ઘટી. 

Top Stories World
World Corona
  • વિશ્વભરમાં કોરોનાનો સૌથી ભીષણ કાળ
  • વિશ્વમાં સતત બીજા દિવસે 25 લાખ કેસ
  • 48 કલાકમાં જ વિશ્વમાં અડધો કરોડ કેસ
  • વિશ્વભરમાં કુલ કેસ હવે 30 કરોડને પાર
  • USમાં સતત બીજા દિવસે 7 લાખ+ કેસ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં 2.61 લાખ નવા કેસ
  • ઇટાલી પણ પહોંચ્યું ગંભીર સ્થિતિમાં
  • ઇટાલીમાં 24 કલાકમાં જ 2.19 લાખ કેસ

આજે દુનિયામાં કોરોનાવાયરસે એકવાર ફરી પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વમાં સતત બીજા દિવસે 25 લાખથી વધુ કેસ નોંધાયા છે. જે બતાવી રહ્યુ છે કે, સાવધાની હટી દુર્ઘટના ઘટી.

આ પણ વાંચો – IND vs SA 2nd Test Analysis / ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલીની પડી ખોટ, રાહુલ કેપ્ટનશિપમાં નિષ્ફળ.. જાણો હારના પાંચ મોટા કારણો

કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 25 લાખ કરોડને વટાવી ગયા છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 54.71 લાખ લોકોનાં મોત થયા છે. વળી, રોગચાળાને રોકવા માટે રસીનાં 9.33 અબજ ડોઝ આપવામાં આવ્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી છે. ગુરુવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ તેના નવીનતમ અપડેટમાં અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ અને મૃત્યુઆંક અનુક્રમે 300,002,021 અને 5,471,856 છે, જ્યારે રસીની કુલ સંખ્યા વધીને 9,336,622,075 થઇ ગઇ છે. જણાવી દઇએ કે, 48 કલાકમાં જ વિશ્વમાં અડધો કરોડ કેસ ખરેખર ચિંતાનો વિષય છે. વિશ્વભરમાં હવે કુલ કેસ 30 કરોડને પાર કરી ગયા છે. US માં સતત બીજા દિવસે 7 લાખથી વધુ કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 24 કલાકમાં 2.61 લાખ નવા કેસ નોંધાયા છે. વળી ઈટાલીમાં પણ સ્થિતિ બેકાબુ બની રહી છે. અહી 24 કલાકમાં 2.19 લાખ કેસ નોંધાયા છે.

  • UKમાં 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ
  • આર્જેન્ટિનામાં ફરી કોરોનાનો કોહરામ
  • આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.09 લાખ કેસ
  • ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ મચાવ્યો કાળો કેર
  • ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 72 હજાર કેસ
  • તુર્કીમાં 24 કલાકમાં 68 હજાર નવા કેસ

આ પણ વાંચો – WHO / કોરોનાના લીધે વિશ્વની સ્વાસ્થ સિસ્ટમ પર સીધી અસર પડી,એક જ સપ્તાહમાં 71 ટકા કેસ નોંધાયા

આપને જણાવી દઇએ કે, અમેરિકા પર કોવિડ-19નો ખતરો નોંધપાત્ર રીતે વધી ગયો છે. અહીં મોટી સંખ્યામાં લોકો કોરોના અને તેના નવા વેરિઅન્ટ Omicronની ઝપટમાં આવી રહ્યા છે. આ ઉપરાંત UKમાં પણ સ્થિતિ નિયંત્રણમાં રહી નથી. અહી 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ નોંધાયા છે. આર્જેન્ટિનામાં પણ 24 કલાકમાં 1.09 લાખ નવા કેસ નોંધાયા છે. વળી ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 72 હજાર કેસ, તુર્કીમાં 24 કલાકમાં 68 હજાર કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. નોંધપાત્રી રીતે અમેરિકામાં કોરોનાનાં કેસમાં વૃદ્ધિ આવી છે. સોમવારે અહીં કોરોના સંક્રમણનાં લગભગ 10 લાખ નવા કેસ સામે આવ્યા હતા, જે એક રેકોર્ડ છે. થોડા દિવસો પહેલા જેટલા સંક્રમણ આવતા હતા, હવે તેનાથી બમણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં છતાં દેશમાં કોરોના અને ઓમિક્રોનનું સંકટ ઓછું થતું જણાતું નથી. આટલી મોટી સંખ્યામાં સંક્રમણનાં કેસ આવવાને કારણે દેશમાં ખળભળાટ મચી ગયો છે.