Gujarat/ #coronaupdate/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 1136 નવા કેસ, 7નાં મોત

નવા કેસની સંખ્યા – 1136 રાજ્યમાં કુલ કેસ – 164121 ગુજરાતમાં મૃત્યુ – 07 રાજ્યમા આજે ડિસ્ચાર્જ  – 1201 સાજા થયેલા કુલ દર્દીઓ – 146308 રાજ્યમાં કુલ એક્ટિવ કેસો – 14143 ગુજરાત રાજ્યમાં કોરોના સતત બેકાબુ જોવામાં આવી રહ્યો છે. સરકાર અને તંત્રની લાખ કોશિશો પછી પણ કોરોનાનો કહેર અવિરત રીતે ગુજરાતમાં ઉતરતો જોવામાં આવી […]

Top Stories Gujarat Others
coronaindia 1585589531 #coronaupdate/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 1136 નવા કેસ, 7નાં મોત
  • નવા કેસની સંખ્યા – 1136
  • રાજ્યમાં કુલ કેસ – 164121
  • ગુજરાતમાં મૃત્યુ – 07
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ  – 1201
  • સાજા થયેલા કુલ દર્દીઓ – 146308
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસો – 14143

ગુજરાત રાજ્યમાં કોરોના સતત બેકાબુ જોવામાં આવી રહ્યો છે. સરકાર અને તંત્રની લાખ કોશિશો પછી પણ કોરોનાનો કહેર અવિરત રીતે ગુજરાતમાં ઉતરતો જોવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે આજે સામે આવેલા કોરોના કેસ અને કોરોના સંદર્ભે વિગતોની, તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1136 નવા કેસ નોધાયા છે, જ્યારે 7નાં મોત નીપજ્યાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં જે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો તેમાં આજ રોજ નજીવો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1136 છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 164121 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે અને આજે ડિસચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1201 નોંધવામાં આવે છે, જે ગઇકાલે 1128 હતી. જો કે, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 146308 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આજ રાજ્યમાં 14143 એક્ટિવ કેસ છે, જે ગઇકાલે 14267 હતા.