Not Set/ #Coronavirus/ ચીનની સીમાને અડીને આવેલો આ દેશ જ્યા કોરોનાથી નથી થઇ એક પણ મોત

કોવિડ-19 રોગચાળાનાં ચેપનાં કુલ 270 કેસ વિયેતનામમાં નોંધાયા છે અને તેમાંથી 220 હવે ઠીક પણ થયા છે. આ એકમાત્ર દેશ છે જ્યાં સરહદ ચીન સાથે જોડાયેલ હોવા છતાં એક પણ મોત નીપજ્યું નથી. જોકે, 50 દર્દીઓની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં, વિયતનામનું મોડેલ સમગ્ર વિશ્વમાં એક ઉત્તમ ઉદાહરણ બની શકે છે. વિયતનામની સરકારે કોરોના વાયરસ […]

World
39efc3f92c94e82b792c8a86a6b59874 #Coronavirus/ ચીનની સીમાને અડીને આવેલો આ દેશ જ્યા કોરોનાથી નથી થઇ એક પણ મોત

કોવિડ-19 રોગચાળાનાં ચેપનાં કુલ 270 કેસ વિયેતનામમાં નોંધાયા છે અને તેમાંથી 220 હવે ઠીક પણ થયા છે. આ એકમાત્ર દેશ છે જ્યાં સરહદ ચીન સાથે જોડાયેલ હોવા છતાં એક પણ મોત નીપજ્યું નથી. જોકે, 50 દર્દીઓની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં, વિયતનામનું મોડેલ સમગ્ર વિશ્વમાં એક ઉત્તમ ઉદાહરણ બની શકે છે.

વિયતનામની સરકારે કોરોના વાયરસ સામેનાં દરેક સંભવિત પગલા અને હથિયારોનો ઉપયોગ કર્યો હતો. 9.6 કરોડની વસ્તી સાથે વિયતનામની વ્યૂહરચના અન્ય દેશો કરતા અલગ હતી. ન તો ખર્ચાળ સ્ક્રિનિંગ પ્રક્રિયા અપનાવવામાં આવી ન તો કડક લોકડાઉન અહીં લાગુ કરવામાં આવ્યું. હવે પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે અને શાળાઓ ફરીથી ખોલવાના ઓર્ડર આપવામાં આવ્યા છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિશ્વમાં કોરોના વાયરસનાં રોગચાળાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે, જેમાંથી બે તૃતીયાંશ સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપનાં છે. વળી, વિશ્વભરમાં કોરોના વાયરસથી મરી ગયેલા લોકોમાંના એક ચતુર્થાંશ લોકો અમેરિકામાં મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સમાં એક તૃતીયાંશ ચેપ નોંધાયા છે. ચીનનાં વુહાન શહેરમાં ઉદ્ભવતા કોરોના વાયરસનાં વૈશ્વિક રોગચાળાએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 2,03,272 થી વધુ લોકોનો ભોગ લીધો છે અને 29 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.