Not Set/ બ્રિટનમાં એક જ દિવસમાં કોરોનાથી 598 લોકોના મોત, આંશિક લોકડાઉનની પણ કોઈ અસર નહિ…

અમેરિકામાં જ કોરોના સંક્રમિતોનો આંક 1.16 કરોડ ને વટાવી ચુક્યો છે અનેઅત્યારસુધીમાં 2.54 લાખ લોકો ના મોત થઈ ગયા છે. બ્રિટન માં છેલ્લા માત્ર 24 કલાક માં જ એક દિવસમાં 598 લોકોનાં મોત થઇ જતા લોકો માં ગભરાટ જોવા મળી રહ્યો છે અને સરકાર માં દોડધામ મચી ગઇ છે.

World
biden 11 બ્રિટનમાં એક જ દિવસમાં કોરોનાથી 598 લોકોના મોત, આંશિક લોકડાઉનની પણ કોઈ અસર નહિ...

વિશ્વમાં કોરોના નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે . વિશ્વમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વિશ્વભરમાં વાયરસને કારણે અત્યાર સુધીમાં 13,43,379 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, કોવિડથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 5,59,43,189 પર પહોંચી ગઈ છે. જ્યારે 3,89,63,254 દર્દીઓ ચેપ મુક્ત થયા પછી ઘરે પરત ફર્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. તે જ સમયે, અમેરિકામાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ તેની સાથે વ્યવહાર કરવા માટે ફરી એકવાર પ્રતિબંધ લાદવાનું શરૂ કર્યું છે.

અમદાવાદ / વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે GCS હોસ્પિટલના ડોક્ટર્સ ઉતર્યા…

અમેરિકામાં જ કોરોના સંક્રમિતોનો આંક 1.16 કરોડ ને વટાવી ચુક્યો છે અનેઅત્યારસુધીમાં 2.54 લાખ લોકો ના મોત થઈ ગયા છે. બ્રિટન માં છેલ્લા માત્ર 24 કલાક માં જ એક દિવસમાં 598 લોકોનાં મોત થઇ જતા લોકો માં ગભરાટ જોવા મળી રહ્યો છે અને સરકાર માં દોડધામ મચી ગઇ છે.

Accident / વડોદરાની ગોઝારી ઘટનાને લઈ રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, મ…

બ્રિટનમાં સ્થિતિ બગડતા દેશના કેટલાક ભાગમાં કેટલાંક સપ્તાહ માટે આંશિક લોકડાઉન લગાવાયું હતું પણ તેનું કોઈ સકારાત્મક પરિણામ મળ્યુ નહતું અને 24 કલાક દરમિયાન મૃત્યુ પામનારાઓનો આંકડો અગાઉના દિવસોની સરખામણીમાં ઝડપથી વધ્યો છે. કુલ 598 લોકોનાં મોત થયાં છે. તેની સાથે જ લગભગ 22 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. બ્રિટનમાં હવે મૃત્યુ પામનારાઓનો આંકડો 52 હજાર 745 થયો છે. ખાસ વાત એ છે કે 12 મે પછી એક દિવસમાં મૃત્યુ પામનારાઓનો આંકડો ખૂબ જ ઝડપથી વધતા તંત્ર માં દોડધામ મચી ગઇ છે અને કોરોના ની કોઈ રસી નહિ મળતા લોકો પરેશાન છે.