Not Set/ કોરોનાવાયરસ/ માસ્ક નથી પહેરતા તે લોકોને લાત મારીને દેશની બહાર કાઠી મુકો, જાણો કોણે આપ્યું આ નિવેદન

થાઇલેન્ડનાં આરોગ્ય પ્રધાને એક નિવેદન આપ્યું છે જેને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. જાહેર આરોગ્ય પ્રધાન અન્યૂટિન ચારાનવિરાકુલે કહ્યું છે કે, વિદેશી પ્રવાસીઓ કે જેઓ માસ્ક નથી પહેરતા તેઓને લાત મારીને દેશની બહાર કાઠી મૂકવામાં આવે. જોકે બાદમાં તેમણે પોતાના નિવેદન માટે માફી માંગી હતી, પરંતુ તેના પર હાલમાં ઘણો વિવાદ શરૂ થઇ ગયો […]

Top Stories World
Coronavirus545 કોરોનાવાયરસ/ માસ્ક નથી પહેરતા તે લોકોને લાત મારીને દેશની બહાર કાઠી મુકો, જાણો કોણે આપ્યું આ નિવેદન

થાઇલેન્ડનાં આરોગ્ય પ્રધાને એક નિવેદન આપ્યું છે જેને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. જાહેર આરોગ્ય પ્રધાન અન્યૂટિન ચારાનવિરાકુલે કહ્યું છે કે, વિદેશી પ્રવાસીઓ કે જેઓ માસ્ક નથી પહેરતા તેઓને લાત મારીને દેશની બહાર કાઠી મૂકવામાં આવે. જોકે બાદમાં તેમણે પોતાના નિવેદન માટે માફી માંગી હતી, પરંતુ તેના પર હાલમાં ઘણો વિવાદ શરૂ થઇ ગયો છે. માનવામાં આવે છે કે, મંત્રી પર તેમના નિવેદનનાં કારણે રંગભેદનો આરોપ છે.

ચારાનવિરાકુલ બેંગકોકનાં સેન્ટ્રલ શોપિંગ ડિસ્ટ્રિક્ટમાં લોકોને માસ્ક આપવા ગયા હતા. અહીં મીડિયા સાથે વાત કરતા જ તેમણે આ ટિપ્પણી કરી હતી. કેટલાક પ્રવાસીઓએ સર્જિકલ માસ્ક લેવાની ના પાડી હતી. જેના કારણે, ચારાનવિરાકુલ ગુસ્સે થયા અને તેમણે આ ટિપ્પણી કરી. તેમણે કહ્યું હતું કે વિદેશી પર્યટક માસ્ક લઈ રહ્યા નથી અને એવી રીતે વર્તન કરી રહ્યા છે જાણે તેમને પરવા નથી. આ ટિપ્પણી સાથે ચારાનવિરાકુલે ‘ફરંગ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

તેમણે ઉમેર્યું, “આવા લોકોને લાત મારીને થાઇલેન્ડથી હાંકી કાઠવા જોઈએ.” ફરંગ શબ્દનો ઉપયોગ થાઇલેન્ડમાં પશ્ચિમનાં દેશોથી આવતા લોકોનાં સંદર્ભમાં થાય છે. તે ત્યાં એક નસ્લભેદી શબ્દ માનવામાં આવે છે. નિવેદનની સાથે સાથે તે હવામાં કેટલાક માસ્ક લહેરાવતા પણ જોવા મળ્યા હતા. ચારાનવિરાકુલે બાદમાં પોતાના ફેસબુક પેજ પર ટિપ્પણી બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું કે, તે પોતાનો ગુસ્સો કાબુમાં રાખી શક્યા નહોતા જે કારણે આ બન્યુ.

થાઇલેન્ડમાં હાલમાં કોરોનાવાયરસનાં 25 દર્દીઓ છે, જેમાંથી નવ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. થાઇલેન્ડનું પર્યટન કોરોનાવાયરસથી ખૂબ પ્રભાવિત થયું છે. આ દેશનાં જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો 18 ટકા છે. વળી ચીની પ્રવાસીઓ પણ આ દેશની નોંધપાત્ર માત્રામાં મુલાકાત લે છે. કોરોનાવાયરસને કારણે મૃત્યુઆંક 724 પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.