કોરોના રસીકરણ/ 1 મેથી શરૂ થયેલ રસીકરણનો ત્રીજો તબક્કો વધુ પડકારજનક છે

પહેલી મેં થી દેશમાં 18+ વય જૂથનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. બંને દેશી રસીઓ ઉપરાંત, અન્ય દેશોની રસીઓની ઉપલબ્ધતા યુધ્ધના ધોરણે સુનિશ્ચિત કરવામાં આવી રહી છે

Top Stories India
shab 10 1 મેથી શરૂ થયેલ રસીકરણનો ત્રીજો તબક્કો વધુ પડકારજનક છે

અન્ય દેશોની તુલનામાં ભારતમાં રસીકરણ કેમ ઠંડુ છે ?

પહેલી મેં થી દેશમાં 18+ વય જૂથનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. બંને દેશી રસીઓ ઉપરાંત, અન્ય દેશોની રસીઓની ઉપલબ્ધતા યુધ્ધના ધોરણે સુનિશ્ચિત કરવામાં આવી રહી છે

1976 માં, જ્યારે બ્રિટિશ ચિકિત્સક એડવર્ડ જેનરને શીતળાની પ્રથમ રસી શોધી હતી ત્યારે કદાચ વિશ્વને ખબર ન હતી કે ભવિષ્યમાં આ અમૃતના ટીપાં શીતળા સામે રામબાણ ઈલાજ સાબિત થશે. આજે, જો માનવ સંસ્કૃતિ પાંગરી રહી છે તો તેની પાછળ  જ્યારે બ્રિટિશ ચિકિત્સક એડવર્ડ જેનર દ્વારા શોધાયેલ રસી જવાબદાર છે. ડિસેમ્બર 2019 માં, ચાઇનાથી આવેલા વાયરસને કારણે વિશ્વ આખામાં આરોગ્યની સૌથી મોટી આપત્તિ આવી.

COVID-19 Vaccination: Covid Shot Voluntary, Says Government, Lists SOPs For  Vaccination

દિવસો વીતવા સાથે, આ મહામારી વધુ ચેપી અને જીવલેણ બની રહી છે. પરંતુ આપને બહુ જ ઓછા સમયમાં તેની રસી શોધી કાઢી છે. પરંતુ વિશ્વની મોટી વસ્તી રસી મેળવી શકી નથી, જે એક પડકારજનક કાર્ય છે. જે દિવસે પૃથ્વી પરના દરેક વ્યક્તિને રસીનો યોગ્ય ડોઝ મળશે, વાયરસ સમજો ગાયબ થઇ જશે.

How is training for COVID-19 vaccination activities being done?

દુનિયાના તમા દેશ રસીકરણની દિશામાં કાર્ય કરી રહ્યા છે. ભારતમાં રસીકરણનો વ્યાપ પણ વધ્યો છે. 1 મેથી 18-44 વર્ષની વય જૂથનો સમાવેશ કર્યા પછી હવે દેશના તમામ પુખ્ત વયના લોકો માટે રસીકરણ શરૂ થઈ ગયું છે. બંને દેશી રસીઓ ઉપરાંત, અન્ય મહત્વપૂર્ણ રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, બંને રસીની ઉપલબ્ધતા અને યુદ્ધના ધોરણે તેની આપૂર્તિ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Employers React to Workers Who Refuse a COVID-19 Vaccination

મોટી વસ્તી મોટો પડકાર:

ભારતમાં 108 દિવસથી રસીકરણ ચાલુ છે. રવિવારે જ, આ ઝુંબેશને તેના 100 દિવસ પૂરા થયા. આપણે આ રોગચાળાને હરાવી શકીએ છીએ. જરૂર છે માત્ર સમયસર રસીકરણ કરાવવાની. તેથી, દરેક વ્યક્તિએ નિયત સમયે રસી લેવી જોઈએ. જો કે, આ અભિયાનમાં તેના સંસાધનોની સામે દેશની મોટી વસ્તી એક પડકાર બની રહી છે. ચાલો જોઈએ કે આપણું રસીકરણની વિશ્વના અન્ય દેશોનની તુલનામાં કયા પહોચ્યું છે.

United States wants to end most payouts for leading vaccination-related  injury | Science | AAAS

હવે બે ટકા કરતા ઓછાનું રસીકરણ:

દેશમાં, રસીકરણ ના ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે પરંતુ હજુ સુધી માત્ર બે ટકા કરતા પણ ઓછી વસ્તીનું રસીકરણ થયુ છે.. આજે તે દેશો રસીકરણમાં આગળ છે જ્યાં આ અભિયાનની શરૂઆત અગાઉ કરવામાં આવી હતી. ઇઝરાયેલે તેની અડધાથી વધુ વસ્તીને રસી આપી છે. આ પછી, યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

India to start Covid vaccination drive from January 16: Check details |  Business Standard News

રસીકરણ પર રાજ્યોનો ખર્ચ:

રસીકરણની ખરીદી માટે નાણાંની વ્યવસ્થા કરવામાં રાજ્યોની ભૂમિકા ખૂબ મહત્વની છે. તેની લાયક વસ્તીના 50  ટકા લોકોના રસીકરણ (બંને ડોઝ) અથવા વૈકલ્પિક રીતે 75 ટકા વસ્તી માટે એક ડોઝ અને 25 ટકા માટે બંને ડોઝની વ્યવસ્થા સાથે આગળ વધવું પડશે. સૌથી મોટા રાજ્યને તેની વસ્તીના રોગપ્રતિરક્ષા માટે તેના વાર્ષિક આરોગ્ય બજેટના ત્રીજા ભાગનો ખર્ચ કરવો પડી શકે છે. કેરળ, ઉત્તરાખંડ, દિલ્હી અને હરિયાણાની સાથે પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના રાજ્યો તેમના વાર્ષિક આરોગ્ય બજેટમાં આ રકમ સરળતાથી મેનેજ કરી શકે છે.

Covid vaccine in India: 2-day dry run for vaccination in four states to  start tomorrow

કુલ રસીઓમાં ટોચના પાંચમાં ભારત: ભારત વસ્તી મુજબના રસીકરણમાં પાછળ રહી શકે છે, પરંતુ અત્યાર સુધી લગાવવામાં આવેલી કુલ રસીઓની સંખ્યામાં તે ટોચના પાંચ દેશોમાં સ્થાન મેળવે છે. રસી અપાયેલી વસ્તીના હિસ્સામાં યુરોપિયન દેશો આગળ છે.

ઝડપી રસીકરણ એટલે ઓછું નુકસાન: જો આપણા રાજ્યો ઝડપથી રસીકરણ કરે છે, તો તેનો અર્થ એ કે તેમને ઓછું આર્થિક નુકસાન સહન કરવું પડશે. બીજી તરંગે પહેલાથી જ અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. આ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિનો અંદાજ ઉણો ઉતરવાનો છે. ઉત્પાદન, વેપાર, આતિથ્ય અને ટ્રાફિક સેવાઓ સૌથી વધુ નુકશાન થઇ શકે છે.

Is one-dose COVID-19 vaccination better than two?

રસીકરણની ગતિ ધીમી પડી રહી છે: રસીકરણનો બીજો તબક્કો 1 મેથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને રસી આપવામાં આવશે. એટલે કે, હવે દેશના તમામ પુખ્ત વયના લોકો રસી લેતા હોય છે. આ તબક્કાની શરૂઆત થતા સુધીમાં તો આપણી રસીકરણ ગતિ ધીમી પડી ગઈ છે. 10 અને 20 એપ્રિલની વચ્ચે દેશમાં કુલ 2.85 કરોડ રસી આપવામાં આવી હતી.

Vaccination: What's HR's role in managing employees? | HRD Asia

વયઅનુસાર  રસીકરણ: જોકે ભારતમાં રસીકરણનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે, પરંતુ 45 વર્ષથી ઉપરની વસ્તીનું રસીકરણ પૂરું થયું નથી. 60 વર્ષથી ઉપરના સોમાંથી ફક્ત 36 લોકોને રસી આપવામાં આવી છે. કોવિડ ડેશબોર્ડ મુજબ, 23 એપ્રિલ સુધીમાં 40-60 વર્ષની વયની પાંચમાંથી એક જ ને રસી મુકવામાં આવી છે. જે રોગ આ રોગચાળા પ્રત્યે વધુ સંવેદનશીલ છે, તેમને રસી હજી સુધી મળી નથી. દેશમાં 45 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ 30 કરોડ છે જ્યારે 18-44 વર્ષની વસ્તી 60 કરોડ છે. તેથી, 1 મેથી શરૂ થયેલ રસીકરણનો તબક્કો વધુ પડકારજનક છે.