Not Set/ કોરોનાવાયરસ/ ચીનમાં વાયરસનાં કારણે સતત વધી રહ્યો છે મોતનો આંકડો, સંખ્યા પહોંચી 1868

મંગળવારે ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી વધુ 98 લોકોનાં મોત થવાથી ચેપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 1868 થઇ ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 72,436 કેસોની પુષ્ટિ થઇ ગઇ છે. રાષ્ટ્રીય આરોગ્ય આયોગે જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારા 98 લોકોમાંથી 93 લોકો હુબેઇમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણ હેનાનમાં અને એક-એક હેબેઈ અને હુનાનમાં મોત […]

Top Stories World
coronavirus 27 કોરોનાવાયરસ/ ચીનમાં વાયરસનાં કારણે સતત વધી રહ્યો છે મોતનો આંકડો, સંખ્યા પહોંચી 1868

મંગળવારે ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી વધુ 98 લોકોનાં મોત થવાથી ચેપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 1868 થઇ ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 72,436 કેસોની પુષ્ટિ થઇ ગઇ છે. રાષ્ટ્રીય આરોગ્ય આયોગે જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારા 98 લોકોમાંથી 93 લોકો હુબેઇમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણ હેનાનમાં અને એક-એક હેબેઈ અને હુનાનમાં મોત થયું હતું. હુબેઈમાં, 1,807 નવા કેસ નોંધાયા છે, જ્યારે પ્રાંતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 59,989 પર પહોંચી છે. બાકીનાં ચીનમાં કુલ 1,432 નવા કેસ નોંધાયા છે.

આયોગે કહ્યું કે 1,097 દર્દીઓ ખૂબ ગંભીર હાલતમાં છે અને 11,741 દર્દીઓની હાલત નબળી છે. સરકારી સમાચાર એજન્સી ‘શિંહુઆ’ એ જણાવ્યું હતું કે, હુબેઇમાં હોસ્પિટલમાં દાખલ 41,957 દર્દીઓમાંથી 9,117 ગંભીર છે અને 1,853 ની હાલત નબળી બની છે. ચીનમાં અત્યાર સુધીમાં કુલ 12,552 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સોમવાર સુધીમાં, હોંગકોંગમાં 60 કેસોની પુષ્ટિ થઈ હતી, જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

વળી, મકાઉમાં 10 અને તાઇવાનમાં આ પહેલા એક વ્યક્તિનાં મોત બાદ 22 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, વૈશ્વિક નિષ્ણાતો પણ કોરોના વાયરસ સામે લડવાના પ્રયત્નોમાં જોડાયા છે. ચીને 12 સભ્યોની ડબ્લ્યુએચઓ ટીમનાં આગમનની પુષ્ટિ કરી છે, જેમાં યુએસ નિષ્ણાતો પણ શામેલ છે.

ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગેંગ શુઆંગે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિદેશી નિષ્ણાંતો ચીન-ડબ્લ્યુએચઓ સંયુક્ત મિશન હેઠળ પહોંચ્યા છે. તેઓએ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે. યુ.એસ. નિષ્ણાતો પણ આ મિશનમાં સામેલ છે. ટીમનાં નિષ્ણાંતો બેઇજિંગ, ગુઆંગડોંગ અને સિચુઆનમાં નિરીક્ષણ કરશે. જો કે, તેઓ હુબેઇ પ્રાંત અને તેની સૌથી અસરગ્રસ્ત પ્રાંતીય રાજધાની વુહાનની મુલાકાત લેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.