Political/ AIMIMના ચીફ ઓવૈસી સાથે વાયરલ તસવીરો પર કોર્પોરેટર ઇકબાલ શેખે કર્યો આ ખુલાસો,જાણો પક્ષ પલટા પર શું કહ્યું….

અમદાવાદમાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ તેમની સાથે મુલાકાત કરતા અનેક અટકળો થઈ રહી છે. કોંગી કોર્પોરેટરની ઓવૈસી સાથેની મુલાકાતની તસવીરો પણ સામે આવી રહી છે

Top Stories Gujarat
12 10 AIMIMના ચીફ ઓવૈસી સાથે વાયરલ તસવીરો પર કોર્પોરેટર ઇકબાલ શેખે કર્યો આ ખુલાસો,જાણો પક્ષ પલટા પર શું કહ્યું....

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે વિવિધ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. તાજેતરમાં જ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતમાં મુલાકાતે આવ્યા હતા. આ સમયે અમદાવાદમાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ તેમની સાથે મુલાકાત કરતા અનેક અટકળો થઈ રહી છે. કોંગી કોર્પોરેટરની ઓવૈસી સાથેની મુલાકાતની તસવીરો પણ સામે આવી રહી છે. જે બાદ અનેક અટકળો સર્જાઈ રહી હતી.આ તમામ અટકળો પર ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખે પૂર્ણવિરામ લગાવી દીધું  છે. ઇકબાલ શેખે મંતવ્ય ન્યુઝ વેબને જણાવ્યું હતું કે આ મુલાકાત એક પ્રાસંગિક હતી કોઇ રાજકીય હેતુથી થઇ નથી. કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ,પક્ષપલટાની વાતનો સવાલ જ ઉભો થતો નથી. આ ઉપરાંત બહેરામપુરાના કાઉન્સીલર તસ્લીમ તિરમીજી AIMIMના વડા અસદ ઓવૈસી સાથે મુલાકાત કરી હતી જેના લીધે પક્ષપલટાની અટકળો તેજ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે AIMIM ના સુપ્રીમો અને સાંસદ બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસીએ ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તીની દરગાહ શાહપુર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી આ પ્રસંગે ગાદીપતિ બુરહાન બાવા અને ઇરફાન બાવાના સબંધી જેઓ સૈયદ ઘરાના ના છે એવા બહેરામપુરા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર તસનીમઆલમ તિરમિઝી દરગાહ ની મુલાકાતે આવતા હોઇ તેઓએ પણ અસદુદ્દીન સાહેબની મુલાકાત લીધી તેમની સાથે સિનિયર કાઉન્સિલર  ઇકબાલ શેખ બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઝફર અજમેરી પણ હાજર રહયા હતા આ સાથે  બહેરાપુરના કાઉન્સીલર તસ્લીમ તિરમીજી ઉપસ્થિત રહ્યા  હતા ત્યાની આ તસવીરો વાયરલ થઇ છે.આ મામલે ખુલાસો કરતા ઇકબાલ શેકે જણાવ્યું હતું આ માત્ર પ્રાસંગિત મુલાકાત હતી કોંગ્રેસમાં જ છે અને રહેવાના છીએ. આ વાયરસ તસવીરો પર હાલ ગોમતીપુરના ઇકબાલ શેખે પૂર્ણવિરામ લગાવી દીધું છે.