PM Modi/ ભ્રષ્ટાચાર બંધ કરાયો એટલે કોંગ્રેસ વાળા મોદીને ગાળો બોલે છે: PM મોદી

20 કરોડ રેશન કાર્ડને ડિજિટલ ટેકનોલોજીથી જોડી દીધા. રાશન કાર્ડની દુકાનો ઇન્ટરનેટ સાથે જોડી દીધી છે. ભ્રષ્ટાટાર બંધ કરાયો એટલે કોંગ્રેસ વાળા મોદીને ગાળો બોલે છે, ગરીબનું તમે લુટો તેની સામે મોદી લાલ આંખ કરશે જ…

Top Stories Gujarat
PM Modi on Corruption

PM Modi on Corruption: દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા સંકલ્પ કરાવ્યો. PM મોદીએ જણાવ્યું કે, આ વિશાળ સંખ્યામાં આજે દેવદરબારને આંગણે જનદેવતાનું સામર્થ્ય એક નવી ઉર્જા નવી તાકાત આપે છે. આજે ઓગડજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી, તેમની કૃપા આપણને સૌને સંકટમાં સાથ આપે છે. ઉત્તર ગુજરાતમા જયારે જયારે દુષ્કાળના દિવસો આવ્યા હોય ત્યારે ઓગડજી બાપાના આશિર્વાદ હંમેશા સાથે રહ્યા છે. પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગાડી દીધો છે. ગઇકાલે અમદાવાદમાં જન સાગરના દર્શન કરીને રાજભવન પહોંચ્યા ત્યારે પહેલા ચરણમાં જે મતદાન  થયુ છે તેના સમાચાર મળ્યા છે કે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે.

PM મોદીએ વધુમાં જણાવ્યું કે, પહેલા ચરણમાં ખાસ કરીને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોનો ઉમળકો ચૂંટણીના પરિણામ પાકા કરી દીધા છે. PM મોદીએ કાંકરેજની ગાયની તાકાત વિશે વાત કરતા જણાવ્યું કે વિપરીત સ્થિતિમાં પણ કાંકરજેની ગાય સ્વભાવ ન બદલે, અભાવમાં પણ તેનો ભાવ એવો જ રહે, અભાવમાં પણ તેના પાલક અને આજુબાજુના લોકોની સુખ સુવિઘા માટે કાંકરેજની ગાય શકય તમામ પ્રયત્ન કરે. આ ગાયનું વિદેશના લોકો સામે વર્ણન કર્યુ ત્યારે તેમને પણ જાણીને નવાઇ લાગી કે આવી પણ ગાય હોય છે. કાંકરેજની ગાય આપણું ગૌરવ છે. ભારત પાસે ગૌવ વંશની જે વિરાસત છે તે ખૂબ મોટી શક્તિ છે. ગૌ પાલનના વિકાસ માટે એક રાષ્ટ્રીય ગોકુલ મિશન બનાવ્યું છે જેનાથી ગૌ પાલનને પ્રોત્સાહન મળે. ભારતમાં ડેરી ઉદ્યોગ જે પહેલા માત્ર ગુજરાત સુધી સિમિત હતો, આજે સમગ્ર દેશમાં વધી રહ્યો છે. પશુ પાલકની આર્થિક તાકાત ગાય કેવી રીતે બની શકે તેની ચિંતા સરકારે કરી છે. દેશમાં જેટલુ અનાજ પેદા થાય છે તેના કરતા વઘુ રૂપિયાનું દૂધનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. બનાસડેરીનો વિસ્તાર પણ હવે વઘી રહ્યો છે, બનાસ ડેરીની બ્રાન્ચ હવે કાશીમાં આવી રહી છે. ટપક સિચાંઇએ આખા ગુજરાતમાં ખેતીની રોનક બદલી છે. આજે બનાસકાંઠામાં 70 ટકા ખેતી માઇક્રો ઇરીગેશનથી થાય છે. આજે આખુ હિન્દુસ્તાન બનાસકાઠાને બટાટા અને દાડમના કારણે ઓળખતુ થયું છે. છેલ્લા 20 વર્ષમાં ખાદ્યનું ઉત્પાદન પણ બે ગણુ થયું છે. સરકાર આજે સિંચાઇ પરિયોજના માટે કામ કરી રહી છે.

PM મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસ સરદાર સરોવર ડેમ ન બને તેના માટે જેટલા રોડા નાખવા પડે તેટલા નાખ્યા અને જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો તેમના ખભે હાથ મુકી કોંગ્રેસના નેતા પદ યાત્રા કરે છે. આ ઉત્તર ગુજરાત પાણી માટે તરસતુ અને બનાસકાંઠાને ઘૂળની ડમરીઓ ઘમરોળતી હોય. જેને પાણીને રોક્યુ હોય તેને માફ કરાય? ઘરમાંથી પાણીનો ગ્લાસ ભરી વટે માર્ગુ ને પીવડાવે તે બનાસકાંઠાના સંસ્કાર છે આવા બનાસકાંઠાને તરસ્યુ રાખ્યું તેના માટે કોંગ્રેસ જવાબદાર છે અને જેટલી સજા કરો તેટલી ઓછી છે. આ કોંગ્રેસને જેમા પોતાનો સ્વાર્થ ન દેખાય, પોતાનું ભલુ ન થાય તેવા કામ કરવાના જ નહી તેવો સ્વભાવ છે. આજે ભાજપ સરકારે નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડ્યુ છે. બનાસકાંઠાના ભાઇઓ લખી રાખો આ મોદી છે. 2014માં આપે મને દિલ્હી મોકલ્યો ત્યારે ખેડૂતો માટે કામ કરવાનું શરૂ કર્યુ અને સિંચાઇના કામો અંગે કામ કરવાનું શરૂ કર્યુ. કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યુ 99 સિંચાઇ યોજનાના કામો પુરા થયા જ નોહતા અને એક લાખ કરોડ રૂપિયા ખર્ચી 99 સિંચાઇ યોજનાને જીવતી કરી. સિંચાઇ પરિયોજના મોટા ભાગની યોજના કામ પુરા થયા. દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય, ભ્રષ્ટાચારીઓને કોઇ સજા પણ ન થાય, હજારો કરોડના ગોટાળા છાશવારે છાપામાં આવતા. આજે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર કાર્યવાહી કરી રહી છે. 20 કરોડ રેશન કાર્ડને ડિજિટલ ટેકનોલોજીથી જોડી દીધા. રાશન કાર્ડની દુકાનો ઇન્ટરનેટ સાથે જોડી દીધી છે. ભ્રષ્ટાટાર બંધ કરાયો એટલે કોંગ્રેસ વાળા મોદીને ગાળો બોલે છે, ગરીબનું તમે લુટો તેની સામે મોદી લાલ આંખ કરશે જ.

PM મોદીએ વધુમાં જણાવ્યું કે, કોરોનાની આફતમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ઘરમાં ચૂલો સળગે તે માટ 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપ્યું છે. કોરોનામાં દેશની જનતાને એક નહી બે-બે રસી ઉપલબ્ધ કરાવી અને ફ્રીમાં રસી આપી જનતાને સુરક્ષીત કરી છે. મહેસાણા-આબુ-અંબાજી તારંગા લાઇન અંગ્રેજોના સમયમાં ચર્ચા થઇ પણ કોંગ્રેસની સરકારે કામ જ ન કર્યુ અને ભાજપ સરકારે અંબાજી તારાગા રેલવે લાઇન બનાવી રહી છે જે આબુ સુધી જશે અને મહેસાણા જીલ્લાનો નવો ઉદય થશે. ગુજરાતમાં ભાજપ સરકારે પ્રવાસન સ્થળ વિકસાવ્યા છે.

જણાવી દઈએ કે જાહેરસભામાં જીલ્લાના પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, મહામંત્રી કનુભાઇ વ્યાસ, ડાહ્યાભાઇ, પ્રભારી સુરેશ શાહ, સાંસદ પરબત પટેલ, દિનેશ અનાવાડીયા, શંકરભાઇ ચૌઘરી, કિર્તીસિંહ વાઘેલા, કેશાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર સહિત પ્રદેશ અને જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/ “બંગાળીઓ માટે માછલી બનાવીશું” ટિપ્પણી બદલ અભિનેતા પરેશ રાવલે માંગી માફી