Not Set/ કિંમત,અસર અને સ્ટોરેજ.,જાણો આ વેક્સિન Covishield અને Covaxin કરતાં કેટલી અલગ?

ભારતમાં વધુ એક કોરોના સંજીવનીને એક્સપર્ટ કમિટીએ મંજૂરી આપી છે. રશિયામાં ડેવલોપ થયેલી કોવિડ-૧૯ વેક્સિન Sputnik V હવે ભારતમાં કોરોના સામેની ત્રીજી વેક્સીન બનશે. દેશમાં આ વેક્સિનનો ત્રીજા ફેઝનો ટ્રાયલ ચાલી રહ્યો હતો. આમ તો દુનીયામાં રેગ્યુલેટરી એપ્રુવલ મેળવનારી આ પહેલી વેક્સિન હતી પણ જરૂરી ટ્રાયલ ડેટા ન હોવાને કારણે બીજા દેશોમાં તેને એટલું મહત્વ […]

Mantavya Exclusive India
sputnik v કિંમત,અસર અને સ્ટોરેજ.,જાણો આ વેક્સિન Covishield અને Covaxin કરતાં કેટલી અલગ?

ભારતમાં વધુ એક કોરોના સંજીવનીને એક્સપર્ટ કમિટીએ મંજૂરી આપી છે. રશિયામાં ડેવલોપ થયેલી કોવિડ-૧૯ વેક્સિન Sputnik V હવે ભારતમાં કોરોના સામેની ત્રીજી વેક્સીન બનશે. દેશમાં આ વેક્સિનનો ત્રીજા ફેઝનો ટ્રાયલ ચાલી રહ્યો હતો. આમ તો દુનીયામાં રેગ્યુલેટરી એપ્રુવલ મેળવનારી આ પહેલી વેક્સિન હતી પણ જરૂરી ટ્રાયલ ડેટા ન હોવાને કારણે બીજા દેશોમાં તેને એટલું મહત્વ મળ્યુ ન હતું.

sputnik 1 કિંમત,અસર અને સ્ટોરેજ.,જાણો આ વેક્સિન Covishield અને Covaxin કરતાં કેટલી અલગ?

ભારતમાં કોરોના વાયરસની બે રસી Covishield અને Covaxinને જાન્યુઆરી 2021ના પહેલા અઠવાડિયામાં મંજૂરી મળી ચૂકી હતી. આવો જાણીએ કે Sputnik V, Covishield અને Covaxinથી કેટલી અલગ છે.

કેટલી અસરકારક છે કોરોના વાયરસની આ ત્રણ રસી?

  • ફેઝ-૩ના ટ્રાયલના પરીણામોમાં Sputnik Vની અસરકારકતા 91.6% મળી આવી છે.
  • ભારત બાયોટેકની Covaxinએ ફેઝ-૩ના ક્લિનિકલ ટ્રાયલમાં 81% અસરકારકતા મેળવી હતી.
  • સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાની Covishieldની અસર 62% નોંધાઇ હતી. જો કે દોઢ ડોઝ આપવા પર તેની અસર 90% પહોચી ગઇ હતી.

શું છે ડોઝની પેટર્ન અને સ્ટોરેજનો રસ્તો?

  • Covishieldના બે ડોઝ 4-8 અઠવાડિયાના અંતરે આપવામાં આવે છે. તેને સ્ટોરેજ કરવા માટે ઝીરો તાપમાનની જરૂર નથી.
  • Covaxin ના બે ડોઝ 4-8 અઠવાડિયાના અંતરે આપવામાં આવે છે. તેને પણ 2-8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન પર સ્ટોર કરી શકાય છે.
  • Sputnik Vના ડેવલોપર્સ મુજબ તેને પણ 2-8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ વેક્સિન પણ બે ડોઝમાં આવે છે.

કિંમત અને ઉપલબ્ધ કેવી રીતે થશે?

  • Covishield અને Covaxin, બંને સરકારી હોસ્પિટલોમાં મફતમાં લગાવવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં તે 250 પ્રતિ ડોઝ લેવામાં આવી રહ્યા છે. સરકાર સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકને 150 પ્રતિડોઝ આપી રહી છે.
  • Sputnik V ની કિંમત ભારતમાં હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. વિદેશમાં આ રસી ૧૦ ડોલર પ્રતિડોઝથી ઓછી છે. RDIFનો શરૂઆતમાં પ્લાન તેને રશિયાથી આયાત કરવાનો હતો. તેવામાં કિંમત વધારે થઇ શકે છે.
  • એક વાર આ વેક્સિનનું પ્રોડક્શન ભારતમાં શરૂ થઇ જાય તો તેની કિંમત ઘટી જશે. ડો.રેડ્ડી લેબોરેટરીને ૧૦ કરોડ ડોઝ બનાવવા માટે ડીલ થઇ છે. તે ઉપરાંત RDIF હેટરો બાયોફાર્મા, ગ્લૈંડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા, વિક્ટરી બાયોટેક સાથે ૮પ કરોડ ડોઝ બનાવવાનો કોન્ટ્રાક્ટ કર્યો છે.