Ahmedabad/ ઉત્તરાયણ પહેલા અહીંયાંથી કરોડો રૂપિયાના નકલી ચશ્મા પકડાયા

ભુપી ઓપ્ટિકલ નામની દુકાનના માલિક સુધીર હીરાલાલ કિનનાની દ્વારા તેમની દુકાનમાં 19,580 રેયબન કંપનીના સિમ્બોલ વાળા ચશ્મા જેની કિંમત પાંચ કરોડ ૮૭ લાખ ચાલીસ હજાર તેમજ રેયબન વાળા ચશ્મા 1000 જેની કિંમત 10 લાખ એમ કુલ મળીને પાંચ કરોડ 97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Ahmedabad Gujarat
a 116 ઉત્તરાયણ પહેલા અહીંયાંથી કરોડો રૂપિયાના નકલી ચશ્મા પકડાયા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીની ડુબલીકેટ વસ્તુઓનું વેચાણ વધતું જાય છે.ત્યારે ગાંધી રોડ પર આવેલી ભૂપી ઓપ્ટિકલ નામની દુકાનમાં સીઆઇડી ક્રાઇમે રેડ કરતા આ દુકાનમાં રેયબન કંપનીના ચશ્મા કોઈપણ જાતના બિલ કે આધાર પુરાવા વગર વેચાતા હોવાનું સામે આવ્યું છે. સીઆઇડી ક્રાઇમે પાંચ કરોડ 97 લાખ 40 હજારનો મુદ્દામાલ તેમજ મોબાઇલ ફોન કબજે કરી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

a 117 ઉત્તરાયણ પહેલા અહીંયાંથી કરોડો રૂપિયાના નકલી ચશ્મા પકડાયા

ભુપી ઓપ્ટિકલ નામની દુકાનના માલિક સુધીર હીરાલાલ કિનનાની દ્વારા તેમની દુકાનમાં 19,580 રેયબન કંપનીના સિમ્બોલ વાળા ચશ્મા જેની કિંમત પાંચ કરોડ 87 લાખ ચાલીસ હજાર તેમજ રેયબન વાળા ચશ્મા 1000 જેની કિંમત 10 લાખ એમ કુલ મળીને પાંચ કરોડ 97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સીઆઇડી ક્રાઇમે રેયબન કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિને સંપર્ક કરી આ ચશ્મા ઓરિજનલ છે કે ડુપ્લીકેટ તે જાણવાની તજવીજ હાથ ધરી છે તેમજ વેપારી પાસેથી આ ચશ્માની ખરીદીના બિલ માંગવામાં આવ્યા છે, ત્યારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે આગામી કાર્યવાહી હાથ ધરાશે.

a 118 ઉત્તરાયણ પહેલા અહીંયાંથી કરોડો રૂપિયાના નકલી ચશ્મા પકડાયા

મહત્વનું છે કે ઉત્તરાયણમાં ચશ્માનું વેચાણ ખૂબ જ થતું હોય છે ત્યારે ઉત્તરાયણ પહેલા આ પ્રકારે કરોડોના ચશ્મા પકડાતા આસપાસના વેપારીઓમાં સોપો પડી ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો