Not Set/ વડોદરા/  ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું, 140થી વધુ ડબ્બા કબજે

પાદરાના લુણા ગામે SOG દ્વારા ઝડપાયું કૌભાંડ  ભેળસેળ યુક્ત ઘી ના 140થી વધુ ડબ્બા કર્યા કબ્જે શંકાસ્પદ ઘી નો જથ્થો FSLમાં તપાસ અર્થે મોકલાશે SOGએ 2 લાખથી મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી વડોદરા જિલ્લા ના પાદરા નજીક લુણા  ગામ ખાતે થી નકલી ઘીનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. જીલ્લા SOGએ પાદરાના લુણા ગામમાંથી શંકાસ્પદ […]

Gujarat Vadodara
abhijit 10 વડોદરા/  ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું, 140થી વધુ ડબ્બા કબજે
  • પાદરાના લુણા ગામે SOG દ્વારા ઝડપાયું કૌભાંડ 
  • ભેળસેળ યુક્ત ઘી ના 140થી વધુ ડબ્બા કર્યા કબ્જે
  • શંકાસ્પદ ઘી નો જથ્થો FSLમાં તપાસ અર્થે મોકલાશે
  • SOGએ 2 લાખથી મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી

વડોદરા જિલ્લા ના પાદરા નજીક લુણા  ગામ ખાતે થી નકલી ઘીનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. જીલ્લા SOGએ પાદરાના લુણા ગામમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં 2 લાખથી વધુની કિંમતના 140 ઘીના ડબ્બા પોલીસે જપ્ત કર્યાં છે. અને આ શંકાસ્પદ ઘીના જથ્થાની તપાસ માટે FSLમાં મોકલી આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લા SOGને બાતમી મળી હતી કે, લુણા ગામમાં નયનાબેન જયંતીભાઈ પટેલ નામની મહિલા ડુપ્લીકેટ ઘી બનાવીને વેચે છે. જેને આધારે SOGની ટીમે લુણા ગામમાં રેડ કરી હતી. અને ઘરમાંથી શંકાસ્પદ ઘીના 140 ડબ્બા સહિત ભેળસેળમાં વપરાતું પ્રવાહી ઝડપી પાડ્યું હતું.

આ કેસમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી કેટલા સમયથી બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે. અને મહિલા નયનાબેન જયંતીભાઈ પટેલની અટકાયત કરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.