મત ગણતરી/ અમદાવાદમાં આ બે સ્થળો પર મત ગણતરી, પોલીસનો ચૂસ્ત પહેરો, વહીવટી તંત્ર સજ્જ

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ મત ગણતરી થવા જઈ રહી છે, રાજકીય વર્તુળોની અંદર હાર અને જીત માટે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.રાજ્યની છ મહાનગરપાલિકાની

Top Stories Gujarat
abd elecount અમદાવાદમાં આ બે સ્થળો પર મત ગણતરી, પોલીસનો ચૂસ્ત પહેરો, વહીવટી તંત્ર સજ્જ

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ મત ગણતરી થવા જઈ રહી છે, રાજકીય વર્તુળોની અંદર હાર અને જીત માટે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા જેટલું મતદાન થયું હતું. આજે મંગળવારે સવારે 8 વાગ્યાથી અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજ એમ બે જગ્યાએ મત ગણતરી થવાની છે. મતગણતરીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. બંને મતગણતરી કેન્દ્રમાં 24 – 24 વોર્ડની મતગણતરી થવાની છે. મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે. બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગરૂમમાં EVM મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે.

Election / અમદાવાદમાં ઓછા મતદાન વચ્ચે કોણ મારશે બાજી, કોના થશે સૂપડા સાફ, આજે પરિણામ પર રહેશે સૌની નજર

મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.

સ્ટ્રોંગરૂમમાં EVM મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા

ગંભીર આક્ષેપ / સુરત જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં EVMની હેરાફેરીનો આક્ષેપ થતાં ખળભળાટ,બસપા દ્વારા કલેકટરને આવેદન

કયા વોર્ડ ની મતગણતરી ક્યાં થશે તેના પર નજર કરીએ તો એલ.ડી. કોલેજ –થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ – હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપૂર, ખાડિયા,જમાલપુર,સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુરગુજરાત કોલેજ-ક્યાં વોર્ડ – સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા – હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા

Raid / કોંગ્રેસના માલામાલ MLAના ઠેકાણા પર આવકવેરાની રેડ, MP અને મહારાષ્ટ્રમાં જંગી કાળું નાણું ઝડપાયું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…