Not Set/ દેશ – દુનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો કેવો છે હાલ જાણો, USમાં દાવાનળની જેમ કોરોના બેકાબુ

દુનિયાભરનાં અનેક દેશોમાં કોરોનાનાં કેસ હવે એકવાર ફરી વધી રહ્યા છે. જો કે, દેશમાં આ આંક ઓછો છે. પરંતુ એક્સપર્ટનું કહેવુ છે કે, આ આંકડો આવતા સમયમાં વધી શકે છે.

Top Stories India
corona world 1 દેશ - દુનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો કેવો છે હાલ જાણો, USમાં દાવાનળની જેમ કોરોના બેકાબુ

દુનિયાભરનાં અનેક દેશોમાં કોરોનાનાં કેસ હવે એકવાર ફરી વધી રહ્યા છે. જો કે, દેશમાં આ આંક ઓછો છે. પરંતુ એક્સપર્ટનું કહેવુ છે કે, આ આંકડો આવતા સમયમાં વધી શકે છે. ગુજરાતમાં પણ કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા નથી. દિવસો જતા આ આંક વધી રહ્યો છે. રાજ્યમાં રોજ 1 હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે વિશ્વ મહાસત્તા અમેરિકા તો કોરોનાનાં કારણે થથરી રહી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. આવો જોઇએ અહી દેશ – દુનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો કેવો છે હાલ…

ગુજરાતમાં કોરનાની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1120 કેસ નોંધાય છે. રાજ્યમાં કુલ આંકડો હવે 184964 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 06 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. વળી રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની વાત કરીએ તો તે સંખ્યા 1038 છે. કોરોનાથી ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 168858 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 12321 છે, જે દિવાળીનાં તહેવાર વધે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • દેશમાં વધુ એક દિવસ આંશિક રાહતનો
  • નવા કેસ કરતાં રિકવરીમાં ફરી ઉછાળો
  • છેલ્લાં 24 કલાકમાં 43,800 નવા કેસ
  • છેલ્લાં 24 કલાકમાં 48,700 રિકવરી
  • એક્ટિવ કેસ ઘટીને હવે 4.89 લાખ
  • દેશમાં કુલ મૃત્યુઆંક 1.28 લાખને પાર

દુનિયામાં કોરોનાની સ્થિતિ

  • બુધવારે વિશ્વમાં કોરોનાનો કોહરામ
  • એક જ દિવસમાં 5 આંકડામાં મોત
  • અત્યાર સુધીના સર્વાધિક દૈનિક મૃત્યુ
  • 24 કલાકમાં 10,100થી વધુ મોત
  • સૌથી વધુ અમેરિકામાં 1479 મોત
  • અમેરિકામાં સર્વાધિક દૈનિક નવા કેસ
  • અમેરિકામાં 1.46 લાખ નવા કેસ
  • ઈટાલી-મેક્સિકોમાં 600થી વધુ મોત

અમેરિકામાં કોરોનાની સ્થિતિ

  • USમાં દાવાનળની જેમ કોરોના બેકાબુ
  • 9 દિવસમાં જ 10 લાખથી વધુ કેસ
  • બુધવારે 24 કલાકમાં 1.46 લાખ કેસ
  • અનેક રાજ્યોએ લાદ્યા નવા નિયંત્રણો
  • માસ્ક અંગેના નિયમોને બનાવાયા કડક
  • USને હવે રસીની શોધની ઉતાવળ
  • ફાઈઝર બાદ મોડેર્નાના અપડેટની રાહ
  • મૃત્યુઆંક પણ બેકાબુ વધી રહ્યો છે
  • અઢી લાખ નજીક પહોંચ્યો મૃત્યુઆંક