બિહાર/ PM મોદીની રેલીમાં બ્લાસ્ટનાં મામલે કોર્ટે 4 આરોપીઓને સંભળાવી ફાંસીની સજા

NIA કોર્ટે સોમવારે પટનાનાં ગાંધી મેદાનમાં બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત સાબિત થયેલા નવ આરોપીઓને સજા સંભળાવી છે. NIA કોર્ટે 4 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે.

Top Stories India
PMમોદી રેલી બ્લાસ્ટ મામલો
  • પટનામાં PM મોદીની રેલીમાં બ્લાસ્ટનો મામલ
  • 4 આરોપીને ફાંસીની સજા, 2ને આજીવન કેદ
  • 2013માં PM મોદીની રેલીમાં થયો હતો બ્લાસ્ટ

NIA કોર્ટે સોમવારે પટનાનાં ગાંધી મેદાનમાં બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત સાબિત થયેલા નવ આરોપીઓને સજા સંભળાવી છે. NIA કોર્ટે 4 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. બીજી તરફ બે આરોપીઓને આજીવન કેદ અને બે આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય એક આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો – દાવો / લેખિકા તસ્લીમા નસરીનનું દાવો હિન્દુ ધર્મના સમર્થનમાં પોસ્ટ કરતાં FBએ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું

આપને જણાવી દઇએ કે, 2013નાં ગાંધી મેદાન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે સજાનાં મુદ્દા પર બન્ને પક્ષોની દલીલો સાંભળીને સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે. NIAનાં સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાએ સજાનાં મુદ્દા પર તમામ આરોપીઓનાં વકીલોની દલીલો સાંભળ્યા બાદ 9 આરોપીઓમાંથી 4ને ફાંસીની સજા, 2ને આજીવન કેદ અને 2ને 10 વર્ષની અને એકને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે. નોંધનીય છે કે, આ કેસમાં 11 લોકો આરોપી હતા, જેમાં એક સગીર હોવાને કારણે તેનો કેસ જુવેનાઈલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 10 લોકો પર કેસ ચલાવવામાં આવ્યો અને 9 લોકો દોષિત સાબિત થયા હતા. NIAની તપાસમાં સામે આવ્યું છે કે, NDAનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર અને ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2013માં ફિદાયીન હુમલામાં મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – Scam / SBIના પૂર્વ ચેરમેન પ્રતીપ ચૈાધરીની કરવામાં આવી ધરપકડ,લોન કૈાભાંડનો મામલો

NIA દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાનાં આધારે 8 વર્ષ બાદ NIA કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે 9 આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે, જ્યારે ફકરુદ્દીનને પુરાવાનાં અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. 9 માંથી 6 આતંકવાદીઓ પર IPCની 302, 120B સહિત UAPA એક્ટ હેઠળ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કોર્ટે આજે 1 નવેમ્બરે દોષિતો વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો. નોંધનીય છે કે, 27 ઓક્ટોબર 2013નાં રોજ પટનાનાં ગાંધી મેદાનમાં તત્કાલિન મુખ્યમંત્રી મોદીની હુંકાર રેલીમાં એક પછી એક 7 વિસ્ફોટ થયા હતા જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વળી, હુમલામાં 89 લોકો ઘાયલ થયા હતા. વિશેષ NIA કોર્ટે આ કેસમાં હૈદર અલી, નોમાન અંસારી, મોહમ્મદ મુજીબુલ્લા અંસારી, ઈમ્તિયાઝ આલમને દોષી ઠેરવ્યા અને તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી. ઉમર સિદ્દીકી અને અઝહરુદ્દીન કુરેશીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અહેમદ હુસૈન, મો. ફિરોઝ અસલમને દસ વર્ષની અને ઈફ્તિખાર આલમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.