Not Set/ #Covid19/ ચીન પર એકવાર ફરી ભડક્યા ટ્રમ્પ, કહ્યુ- એક દેશનાં કારણે 184 દેશ નરક ભોગવી રહ્યા છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચીન પર ગુસ્સે થયા છે. તેમણે ફરી એકવાર કહ્યું છે કે, ચીને શરૂઆતમાં કોરોના વાયરસને રોકવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો અને તેના કારણે જ આજે વિશ્વનાં 185 દેશો નરકમાં છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસનાં ઘણા ધારાસભ્યોએ માંગ કરી છે કે ખનિજો અને […]

World
fcb2c36624e0db56921fc2e34e66171d #Covid19/ ચીન પર એકવાર ફરી ભડક્યા ટ્રમ્પ, કહ્યુ- એક દેશનાં કારણે 184 દેશ નરક ભોગવી રહ્યા છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચીન પર ગુસ્સે થયા છે. તેમણે ફરી એકવાર કહ્યું છે કે, ચીને શરૂઆતમાં કોરોના વાયરસને રોકવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો અને તેના કારણે જ આજે વિશ્વનાં 185 દેશો નરકમાં છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસનાં ઘણા ધારાસભ્યોએ માંગ કરી છે કે ખનિજો અને ઉત્પાદન પર ચીનની અવલંબન ઘટાડવાનો સમય આવી ગયો છે. અમેરિકામાં હવે 10 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે અને 58,955 લોકો મૃત્યુ પામ્યા છે.

ટ્રમ્પ છેલ્લા ઘણા દિવસોથી જાહેરમાં ચીનને કોરોના વાયરસ માટે દોષી ઠેરવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વાયરસને એક અદૃશ્ય દુશ્મન ગણાવ્યો હતો અને સાથે જ તેની સામે તપાસ શરૂ કરી દીધી છે. ટ્રમ્પે સોમવારે સંકેત પણ આપ્યો છે કે કોરોના વાયરસને કારણે યુનાઇટેડ સ્ટેટ્સ ચીન પાસેથી નુકસાનની માંગ કરી શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, આ રકમ જર્મની કરતા વધારે હશે. જર્મનીએ ચીન પાસેથી 140 અબજ ડોલરની માંગ કરી છે. ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે મીડિયાને માહિતી આપી.

આ સમય દરમિયાન તેમણે કહ્યું, ‘આ વાયરસ 184 દેશોમાં અસ્તિત્વમાં છે જે હું વારંવાર કહું છું. આ માનવું ખૂબ મુશ્કેલ બન્યુ છે. તે સંપૂર્ણપણે અગમ્ય છે.તેમણે વધુમાં કહ્યું, ‘જ્યાં વાયરસનો ઉદ્ભવ થયો હતો, તેને તે સમયે રોકવુ જરૂરી હતુ પરંતુ ચીને તે ન કર્યુ અને હવે તેના કારણે 184 દેશોએ નરક ભોગવવું પડી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.