Not Set/ #Covid19/ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વેન્ટિલેટર આપવાનું કર્યુ એલાન, PM મોદીને ગણાવ્યા પોતાના ખાસ મિત્ર

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાયરસ સામેની લડતમાં અમેરિકા ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. આ સાથે તેમણે ભારતને વેન્ટિલેટર આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું, “મને એ જાહેરાત કરીને ગર્વ છે કે અમેરિકા ભારતમાં તેમના મિત્રોને વેન્ટિલેટર દાન કરશે.” અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ભારતને ગ્રાન્ટ […]

World
67e3aeeac2ffd183fd2e3dcb2690c1ce #Covid19/ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વેન્ટિલેટર આપવાનું કર્યુ એલાન, PM મોદીને ગણાવ્યા પોતાના ખાસ મિત્ર

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાયરસ સામેની લડતમાં અમેરિકા ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. આ સાથે તેમણે ભારતને વેન્ટિલેટર આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું, “મને એ જાહેરાત કરીને ગર્વ છે કે અમેરિકા ભારતમાં તેમના મિત્રોને વેન્ટિલેટર દાન કરશે.”

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ભારતને ગ્રાન્ટ રૂપે વેન્ટિલેટર આપશે. ટ્રમ્પે એક ટ્વિટમાં કહ્યું, મને ગર્વ છે કે અમેરિકા ભારતમાં મારા મિત્રોને વેન્ટિલેટર દાન કરશે. આ રોગચાળામાં અમે દરેક સમયે ભારતની સાથે ઉભા છીએ. અમે એકબીજાને રસી બનાવવામાં પણ મદદ કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે, અમે મળીને કોરોના જેવા શત્રુને હરાવીશું.

ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, કોવિડ-19 રસી આ વર્ષનાં અંત સુધીમાં વિકસિત થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, હું થોડા સમય પહેલા જ ભારતથી પરત આવ્યો છું અને અમે ભારત સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમેરિકામાં ભારતીઓ મોટી સંખ્યામાં છે અને આપણે જે લોકોની વાત કરી રહ્યા છીએ તેમાંથી ઘણા લોકો રસી વિકસાવવામાં લાગેલા છે. મહાન વૈજ્ઞાનિક અને સંશોધનકાર.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.