Not Set/ #Covid19/ BSF જવાનો પર કોરોનાનો હુમલો, છેલ્લા 24 કલાકમાં 16 જવાન સંક્રમિત

કોરોના વાયરસે હવે બીએસએફ અને સીઆરપીએફનાં જવાનોને પોતાના શિકાર બનાવવાનું શરૂ કર્યુ છે. જણાવી દઇએ કે, બીએસએફમાં છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે. આ તમામ લોકોને સારવાર માટે જાણીતા કોવિડ-19 હેલ્થ કેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, મોટાભાગનાં લોકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં નથી. આ સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં […]

India
f4db3020d9e0713c48b9c61bf9c1968c 1 #Covid19/ BSF જવાનો પર કોરોનાનો હુમલો, છેલ્લા 24 કલાકમાં 16 જવાન સંક્રમિત

કોરોના વાયરસે હવે બીએસએફ અને સીઆરપીએફનાં જવાનોને પોતાના શિકાર બનાવવાનું શરૂ કર્યુ છે. જણાવી દઇએ કે, બીએસએફમાં છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે. આ તમામ લોકોને સારવાર માટે જાણીતા કોવિડ-19 હેલ્થ કેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, મોટાભાગનાં લોકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં નથી. આ સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કુલ કેસની સંખ્યા વધીને 307 થઈ ગઈ છે. જે હવે સરકાર માટે ચિંતાનો વિષય બની છે.

બીએસએફમાંથી મળી આવેલા 98 પોઝિટિવ દર્દીઓ (જોધપુર-42, ત્રિપુરા -31, દિલ્હી-25) નાં રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા બાદ શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં બીએસએફનાં 135 જવાનો કોરોનાથી ઠીક થયા છે. આ પહેલા શુક્રવારે બીએસએફમાં 13 નવા કેસ નોંધાયા હતા. વળી શનિવારે છેલ્લા 24 કલાકમાં 16 જવાન ચેપ લાગ્યો છે. જણાવી દઈએ કે, આજે ત્રિપુરામાં સૌથી વધુ 11 બીએસએફ જવાનોને કોરોના ચેપ લાગ્યો છે.

આ નવા કેસો સાથે, ધલાઈ જિલ્લાનાં અંબાસા ખાતેનાં કેમ્પનાં કુલ 159 બીએસએફ જવાનોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. ત્રિપુરા આરોગ્ય અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, બે બોર્ડર સિક્યુરિટી ફોર્સની બટાલિયન (86 મી અને 138 મી) નાં કર્મચારીઓ અને પરિવારનાં સભ્યો સહિત 159 લોકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી બે લોકો સહિત 40 લોકો હજી સુધી ઠીક થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.